જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહ દરમિયાન આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. ઘરનાં – બહારનાં કાર્યોમાં વિશેષ જવાબદારી તથા કાર્યબોજનો અનુભવ થશે. આર્થિક વ્યવહારોમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. અતિ વિશ્વાસમાં કે ઉતાવળથી કોઈ નિર્ણય લેવો હિતાવહ જણાતો નથી. વાહનથી ખાસ સંભાળવું. પ્રવાસ માટે સમય સાનુકૂળ નથી. તા. 25, 26 સામાન્ય દિવસો પસાર થાય. તા. 27, 28, 29 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. 30, 31 વાહનથી સંભાળવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં આપને શાંતિનો અનુભવ થશે, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ અશાંતિ, અજંપો અને પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે તેવા સંજોગોનું નિર્માણ થશે. તબિયતની કાળજી રાખવી પડશે. અનપેક્ષિત પ્રવાસનું આયોજન થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. 25, 26 આનંદમય દિવસો ગણાય. તા. 27, 28, 29 પ્રતિકૂળ દિવસો જણાય. તા. 30, 31 કંઈક રાહત જણાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહ દરમિયાન આપને એકંદરે રાહતનો અનુભવ થશે. યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા સંજોગોનું નિર્માણ થવાની શક્યતાઓ ખરી જ. વેપાર-રોજગારમાં સાનુકૂળતા જણાશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. આ ક્ષેત્રમાં પ્રગતિકારક રચના થવાની શક્યતાઓ ખરી જ. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. તા. 25, 26 રાહત જણાય. તા. 27, 28, 29 સફળ દિવસો ગણાય.તા. 30, 31 લાભ થાય.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને સપ્તાહના પ્રારંભિક દિવસોમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. ભાગીદારીમાં ધંધો હોય તેમણે વિશેષ ધ્યાન આપવું જરૂરી જણાય છે. પરસ્પર મતભેદો ન થાય તેની સાવચેતી રાખવી હિતાવહ જણાય છે. વાહનથી ખાસ સંભાળવું. પ્રવાસ માટે સમય સાનુકૂળ નથી. તા. 25, 26 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 27, 28, 29 આર્થિક બાબતોમાં ધ્યાન આપવું. તા. 30, 31 વાહનથી સંભાળવું.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. આપ હરો ફરો, પરંતુ માનસિક શાંતિ જેવું જણાશે નહિ. વિવાહઇચ્છુકો માટે સમય સાનુકૂળ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહેવાની સંભાવના પણ ખરી જ. યશ-પ્રતિષ્ઠા જોખમાય નહિ તેનું વિશેષ ધ્યાન રાખવું પડશે. પ્રવાસ ટાળવો. તા. 25, 26 સામાન્ય દિવસો ગણાય. તા. 27, 28, 29 ઉચાટ, ઉદ્વેગ જેવું રહેશે. તા. 30, 31 પ્રવાસ ટાળવો.

કન્યા (પ.ઠ.ણ.)
સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને કાર્યબોજ દોડધામ – ખર્ચ જેવું રહ્યા કરશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ રાહત જણાશે. સામાજિક પ્રશ્નોમાં યશ મળશે. માતા-પિતાના આરોગ્યની ચિંતા ઊભી થવાની શક્યતાઓ પણ ખરી જ. વાહનને લગતો આકસ્મિક ખર્ચ પણ થાય. પ્રવાસ ટાળવો. તા. 25, 26 કાર્યબોજ રહેશે. તા. 27, 28, 29 સફળ દિવસો ગણાય. તા. 30, 31 આકસ્મિક ખર્ચ થાય.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં એકંદરે આપને રાહત જેવું જણાશે, પરંતુ જેમ જમ દિવસો પસાર થશે તેમ તેમ કાર્યબોજ જવાબદારીઓ વગેરે વધવા પામશે. ખાસ કરીને નોકરિયાત વર્ગને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. વાહનથી ખાસ સંભાળવું. આધ્યાત્મિક પ્રવૃત્તિ હાથ ધરી શકાય તેમ છે. તા. 25, 26 રાહત જણાય. તા. 27, 28, 29 કાર્યબોજ વધવા પામશે. તા. 30, 31 પ્રવાસનું આયોજન શક્ય બને.

વૃશ્ચિક (ન.ય.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ જેવું જણાશે નહિ. ઉચાટ – ઉદ્વેગ રહ્યા કરશે. ગૃહસ્થ-જીવનમાં પણ ગેરસમજો ઊભી થવાની શક્યતાઓ ખરી જ. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધવાની સંભાવના ખરી જ. વાહનથી ખાસ સંભાળવું. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. શુભેચ્છકો મિત્રોની મદદ મળે તેમ જણાય છે. તા. 25, 26, 27 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 28, 29 પ્રતિકૂળ દિવસો ગણાય. તા. 30, 31 લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહતની અનુભૂતિ થશે. નોકરિયાત વર્ગને બઢતી મળવાની સંભાવના પણ ખરી જ. નોકરીના સ્થળમાં બદલાવ પણ આવી શકે તેમ છે. વેપાર-વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓને આર્થિક લાભ થવાની શક્યતાઓ ખરી જ. વાહનથી સંભાળવું. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. 25, 26 રાહત જણાય. તા. 27, 28, 29 આર્થિક લાભ થાય. તા. 30, 31 વાહનથી સંભાળવું.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થાય તેમ જણાય છે. ઘરનાં – બહારનાં તમામ કાર્યોમાં અનપેક્ષિત સફળતા તથા સરળતાની અનુભૂતિ આપને વિશેષ રાહત આપશે. શુભેચ્છકો – મિત્રો સાથેના સંબંધોમાં પણ સંવાદિતા રહેશે. સંતાનો વિષયક શુભ કાર્ય થઈ શકે તેમ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 25, 26 આનંદમય દિવસો પસાર થાય. તા. 27, 28, 29 સફળ દિવસો ગણાય. તા. 30 શુભ સમાચાર મળે. તા. 31 લાભમય દિવસ.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ગૃહસ્થ-જીવનમાં પણ સંયમ અને સમજદારીથી વર્તવું પડશે. વેપાર – રોજગારમાં આર્થિક સાહસથી દૂર રહેવું હિતાવહ જણાય છે. વ્યવસાય ક્ષેત્રમાં હિતશત્રુઓથી સંભાળવું પડશે. પ્રવાસ માટે સમય યોગ્ય નથી. વાહનથી સંભાળવું. તા. 25, 26 દરેક રીતે સંભાળવું. તા. 27, 28, 29 આર્થિક સાહસથી દૂર રહેવું. તા. 30, 31 પ્રવાસ ટાળવો.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને આનંદમય વાતાવરણની અનુભૂતિ થશે. ગૃહસ્થજીવનમાં સંવાદિતા જણાશે. સ્નેહીઓ અને શુભેચ્છકો સાથેના સંબંધોમાં પણ સાનુકૂળતા રહેશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. છતાં વાહનથી ખાસ સંભાળવું પડશે. વેપાર-રોજગારમાં આર્થિક સાહસ ટાળવું. તા. 25, 26 આનંદમય દિવસો ગણાય. તા. 27, 28, 29 સાનુકૂળ દિવસો ગણાય. તા. 30, 31 આર્થિક સાહસ કરવું નહિ.