ન્યુ યોર્ક ઈન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બેસ્ટ એકટરનો એવોર્ડ મેળવતા કલાકાર મનોજ બાજપેયી

IANS

પોતાની વિશિષ્ટ અભિનયશૈલીને કારણે ભારતીય સિનેરસિકોની ચાહ અને વાહ મેળવનારા અભિનેતા મનોજ બાજપેયીને તાજેતરમાં નયુયોર્ક ખાતે યોજવામાં આવેલા ન્યુ યોર્ક ઈન્ડિયન ફિલ્મ મહોત્સવમાં રજૂ થયેલી ફિલ્મ ગુલ ગુલૈયામાં ઉત્તમ અભિનય માટે બેસ્ટએકટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મનોજે ખુદ પોતાના ટવીટર પર આ માહિતી રજૂ કરી હતી. મનોજે ફિલ્મના દિગ્દર્શક દીપક જૈનનો પણ ખાસ આભાર માન્યો હતો. જો કે આ વરસે જ રજૂ થયેલી મનોજ બાજપેયીની ફિલ્મ ઐય્યારીને બોકસ ઓફિસ પર સફળતા મળી નહોતી. મનોજે આ ફિલ્મમાં સિધ્ધાર્થ મલહોત્રા સાથે ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મમાં ભારતીયલશ્કરના અધિકારીઓની કામગીરી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નીરજ પાંડેની આ ફિલ્મને પ્રેક્ષકોએ પસંદ કરી નહોતી.