પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફનો એકરાર – મુંબઈના આતંકી હુમલા પાકિસ્તાને કરાવ્યા હતા,  એ સાચી હકીકત છે..

IANS

26 નવેમ્બર , 2008ના પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ તોઈબાના આતંકીઓ સમુદ્ર માર્ગે મુંબઈમાં ઘુસ્યા હતા. તેઓ ચાર દિવસ સુધી તાજ હોટેલમાં સંતાયા હતા. એ દરમિયાન મુંબઈમાં તેમણે બોમ્બ વિસ્ફોટ અને અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. જેને કારણે આશરે 166 વ્યક્તિઓનાં મોત થયાં હતાં. આ આતંકી હુમલાઓમાં આશરે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં કેટલાક તો ગંભીરપણે ઘવાયા હતાં. સોમવારે 14મી મેના નવાજ શરીફે પુનઃ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, કંઈ પણ થાય, હું હવે સાચું  જ બોલીશ. પાકિસ્તાને જ મુંબઈમાં આતંકી હુમલાઓ કરાવ્યા હતા. આ જ હકીકત સાચી નવાજ શરીફ વતી ઉપરોક્ત ટિપ્પણી તેમના નાના ભાઈ સાહબાજ શરીફે કરી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફે આ પહેલાં 12મી મેના દિવસે ધ ડોન અખબારને આપેલી મુલાકાતમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. જેને કારણે પાકિસ્તાનના રાજકીય ક્ષેત્રમાં સનસનાટી પ્રસરી ગઈ હતી. ડોનને આપેલી મુલાકાતમાં શરીફે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેમના જ વતન પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન લશ્કર એ તોયબાના આતંકીઓએ મુંબઈમાં ધુસીને હાતંકી હુમલા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શું આપણે આતંકીઓને સીમા પાર કરીને મુંબઈમાં ઘુસણખોરી કરવા દેવી જોઈએ ?શું મંબઈમાં આતંકીઓએ 150 જેટલા લોકોને ઠાર માર્યા, શું આપણે  એમ કરવા દેવું જોઈએ?