અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છતાં ભારત હજી ઈરાન સાથે છે …

 

અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો  મૂકીને એના અર્થતંત્રને ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો  છે. આ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં ભારતના વિદેશ મંત્ર્યાલયે જણાવ્યું હતું કે, આ મામલાનું પરસ્પર વાતચીત કરીને તેમજ રાજદ્વારી ઉપાયો શોધીને નિરાકરણ લાવવું જોઈે. આંતરરાષ્ટ્રીય સમુદાયની લાગણીઓને ખ્યાલમાં રાખીને એ નવો ઉકેલ શોધવેો જોઈએ.ભારત ઈરાનથી ક્રુડ ઓઈલ આયાત કરી રહ્યું છે. અમેરિકાે ઈરાન પર લાદેલા પ્રતિબંધોની ભારતના ઈરાન સાથેના આયોતી વ્યાપાર પર કશી  અસર નહિ કરે. સરકારી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ડિરેકટર એ કે શર્માના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાન પર મૂકેલા વ્યાપારિક પ્રતિબંધોની હાલપૂરતી તો કશી અસર નહિ પડે. પરંતુ યુરોપના દેશો કેવી પ્રતિક્રિયા વ્યક્ત કરે છે તેના પર બધું આધારિત છે. જો યુરોપના દેશો પણ અમેરિકાની સાથે ઈરાન પર પ્રતિબંધ લગાવે તો ભારત માટે ક્રુડ તેલની ખરીદી કરવી અને એના માટે ચુકવણી કરવી મુશ્કેલ થઈ પડશે