નોથૅ કોરિયાના તાનાશાહ કિમ જોંગ  ઉન અને અમેિરકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 12મી જૂને સિંગાપુરમાં મંત્રણા કરશે

 

અમેરિકાના પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટર પર માહિતીઆપી હતી કે,તેઓ  નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનને 12મી જૂને સિંગાપુરમાં મળશે, બન્ને નેતાઓ વચ્ચેની મુલાકાતને રાજકીય નિરીક્ષકો ખૂબજ મહત્વ આપી રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ અને કિમ વચ્ચે થનારી મંત્રણામાં મહત્વનો મુદો્ પરમાણુ કાર્યક્રમ વિષેનો જ હશે. પાછલા કેટલાક વરસોમાં ઉત્તર કોરિયા અનેકવાર પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું છે. 1948માં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા અલગ થયા . ત્યાર પછી નોર્થ કોરિયાનો કોઈ પણ શાસક કે વહીવટીતંત્રનો વડો અમરિકાના પ્રમુખને મળ્યો નથી. ઓકટોબર, 2000માં પ્રમુખ બિલ ક્લિન્ટનના વહીવટીતંત્રમાં વિદેશમંત્રીની ફરજ સંભાળનારા મેડલીન અલ બ્રાઈટે હાલના નોર્થ કોરિયાૈના પ્રમુખ કિમ જોંગ ઉનના પિતા અને દેશના શાસક કિમ જોંગ ઈલ સાથે મંત્રણા કરી હતી. અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત યોજવા માટેની ભૂમિકા રચવા અને બન્ને દેશના વડાપ્રધાનો પરસ્પર સંવાદ કરે તેવું રાજકીય વાતાવરણ નિર્માણ કરવા માટે સાઉથ કોરિયાએ મહત્વનો ફાળો આપ્યો હતો.