એર ઈન્ડિયાએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ  પ્રવાસોની જાણકારી આપવી પડશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો અંગેની તમામ માહિતી એર ઈન્ડિયાએ સીઆઈસી- સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન ( કેન્દ્રીય સૂચના આયોગ) ને  ઉપલબ્ધ કરાવવી પડશે એવી માહિતી સમાચાર સૂત્રોએ આપી હતી. ઉપરોકત કમિશને એર ઈન્ડિયાને એવો નિર્દેશ આપ્યો હતો કે, વડાપ્રદાનના વિદેશ પ્રવાસો માટે થયેલા  ખર્ચનો રેકોર્ડ કમિશનને સુપરત કરવામાં આવે. સૂચના આયુક્ત અમિતાભ ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, હવે એર ઈન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશપ્રવાસની તમામ વિગતો, તે અંગે થયેલા ખર્ચની માહિતી તેમજ બિલની  રસીદો પણ આયોગને આપવી પડશે.