દિલ્હી સહિત પૂર્વોત્તર રાજ્યોમાં અને દક્ષિણ ભારતમાં અચાનક વરસાદ અને વાવાઝોડાથી અનેકના મૃત્યુ,જન-જીવન અસ્ત વ્યસ્ત,સંત્રસ્ત !

 

Reuters

દિલ્હી સહિત પૂર્વોત્તરના રાજ્યો તેમજ દક્ષિણ ભારતમાં અચાનક મોસમમાં પલટો આવ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, તથા હિમાચલ પ્રદેશમાં અચાનક જોરદાર વરસાદ અને વાવાઝોડાંને કારણે માનવજીવન મુશ્કેલીમાં મૂકાયું હતું. સૌથી વધારે હાનિ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં થઈ હતી.આશરે 85 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની અધિકૃત માહિતી આપવામાં આવી હતી. કમોસમી વરસાદ અને તોફાનને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો બંધ થવાથી લોકો અંધારામાં બેબાકળા બની ગયા હતા. તોફાનગ્રસ્ત અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. ઉત્તર ભારતના રાજ્યોમાં વાવાઝોડાને લીધે અંધકાર છવાઈ ગયો હતો. આકાશ ધૂળની ડમરીઓથી છવાઈ ગયું હતું.