સુપ્રીમ કોર્ટની કોલેજિયમ બેઠક ન્યાયાધીશ કે એમ જોસેફ બાબત કશો નિર્ણય ના લઈ શકી…

 

આજકાલ કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે દ્વન્દ્વ યુધ્ધ ચાલી રહ્યું છે. એકમેકના અધિકારના ક્ષેત્ર અને ગેરબંધારણીય હસ્તક્ષેપ અંગે સામસામી આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણુક બાબત સરકારને મોકલવામાં આવેલા સૂચનો અને ભલામણોની પરવા કર્યા વિના કેન્દ્ર સરકારે ઈન્દુ મલહોત્રાના નામ પર પસંદગીની મહોર મારી હતી. હકીકતમાં કેન્દ્ર સરકારને ઉત્તરા ખંડની હાઈકોર્ટના વડા ન્યાયાધીશ જોસેફ અને વરિષ્ઠ વકીલ ઈન્દુ મલહોત્રા બન્નેના નામ સૂચવવામાં આવ્યા હતા. પરંતુ જસ્ટિસ જોસેફના નામને ફેરવિચારણા કરવા માટે પાછું મોકલવામાં આવ્યું હતું. આ અંગે ચર્ચા કરવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મલહોત્રા, જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગાઈ , જિસ્ટસ મદન બી લોકુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આશરે 50 મિનિટ સુધી ચાલેલી  આ બેઠકમાં કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.