ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના શાસકો 65 વરસો બાદ સૌપ્રથમવાર એકમેકને મળ્યા ..પરસ્પર શાંતિપૂર્ણ સંબંધો જાળવવાની અપેક્ષા

Reuters

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જી ઈને શુક્રવારે સૌપ્રથમવાર એકમેક સાથે હાથ મિલાવીને વાચચીત કરી હતી.બન્ને નેતાઓ સરહદ પર અસૈન્યક્ષેત્રમાં મળીને આશરે 28 સેકન્ડ સુધી એકમેકસાથે હાથ મિલાવીને અભિવાદન કરતા રહ્યા .બે દેશો વચ્ચે છેલ્લા 65 વરસથી સર્જાયેલું અંતર અને અબોલાં સમાપ્ત થયા હતા. ત્યાર બાદ બન્ને દેશના નેતાઓ વચ્ચે આશરે દોઢ કલાક સુધી થયેલી ચર્ચા- મંત્રણામાં તેઓએ શાંતિ કરાર માટે પણ સંમતિ દર્શાવી હતી. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં થયેલી ભૂલોનું હવે પુનરાવર્તન નહિ થાય. બન્ને દેશોના નેતાઓના આ મુલાકાતથી સમગ્ર દુનિયાના રાજકીય ક્ષેત્રના અગ્રણીઓને આશ્ચર્યમાં મૂકી દીધાં હતા.