અમેરિકામાં એચ-1બી વિઝાધારકોના જીવનસાથી પાસેથી નોકરી કરવાનો અધિકાર છિનવી લેવાના પ્રમુખ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ

કર્ણાટકના સિધ્ધારમૈયાએ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને એવું સૂચન કર્યું હતું કે, બેંગલોરમાં કામ કરતા અમેરિકાના કર્મચારીઓના જીવનસાથીઓનો કામ કરવાનો અધિકાર પરત ખેચી લેવો જોઈએ. અમેરિકામાં કામ કરનારા એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓ પર જો કાયદાના બંધનો લાદવામાં આવતા હોય તો ભારતે પણ એનો વળતો જવાબ આપવો જોઈએ એવો મત સિધ્ધારમૈયાએ વ્યક્ત કર્યો હતો.