શહીદ હેમંત કરકરે અંગે વિવાદિત બયાન કરવા માટે ભોપાળની લોકસભા બેઠક માટેના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે માફી માગી…

 

       

              મધ્યપ્રદેશની ભોપાળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાના પ્રચાર અભિયાન દરમિયાન શહીદ હેમંત કરકરે બાબત વિવાદિ્ત વકતવ્ય આપ્યું હતું. જેને કારણે જન -સમાજ રોષે ભરાયો હતો. આથી શુક્રવારના 19મી એપ્રિલે તેમણે ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરીને કહ્યું હતું કે, હું શહીદ હેમંત કરકરે અંગે મેં કરેલા વિધાનોને, મારા બયાનને પાછું ખેંચી લઉં છું.અને એ બદલ માફી માગુ છું. આ અગાઉ એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું હતું કે, હું સંન્યાસિની છું, હું મારા કાર્યમાં મગ્ન રહું છું. હું દેશને કમજોર બનાવવા નથી માગતી. હું મારા બયાનને પરત લઉં છું.