શું વારાણસીમાંથી  કોંગ્રસના ઉમેદવાર તરીકે  પ્રિયંકા ગાંધી વાડ્રા લોકસભાની ચૂંટણી  માટે ઉમેદવારી કરશે ??અટકળોનો દોર ચાલી રહ્યો છે..

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી વારાણસીની બેઠક પરથી લડવાના છે. આ અગાઉ 2014માં પણ તેઓ વારાણસીમાંથી ચૂંટણી લડાયા હતા. જો કે તે સમયે મોજીજી વારાણસી અને વડોદરા- બન્ને શહેરોમાંથી લોકસભાની બન્ને બેઠકો પરથી ઉંમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. બન્ને બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. તેમણે વડોદરાની બેઠક છોડીને વારાણસી લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ આ ચૂંટણીમાં તેઓ માત્ર વારાણસીમાંથી જ ચૂંટણી લડવાના છે, એ વાત સહુ જાણે  છે આથી ભાજપને બરાબરની લડત આપવા માટે કોંગ્રેસ તેમની સામે પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા માગે છે. પ્રિયંકા ગાંધીની પ્રતિભાનો , તેમની વ્યક્તિગત ઈમેજનો ઉપયોગ કરીને કોંગ્રેસ શક્ય હોય તેટલા મતદાતાઓને પોતાની તરફ આકર્ષવા માગે છે. એટલે જ પ્રિયંકા ગાંધી આ વખતે કોંગ્રસના મહાસચિવ બન્યા છે. કોંગ્રેસના સક્રિય રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો છે. આખા દેશમાં ફરી ફરીને તેઓ કોંગ્રસનો પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રસના અગ્રણીઓ રાહુલ કરતં વધુ અંશે પ્રિયંકા ગાંધીને તેમનું હુકમનવું પાનું ગણી રહ્યા છે. આથી પ્રિયંકા ગાંધી જો વારાણસીમાંથી ચૂંટણી લડે તો ભાજપને બરાબર હંફાવી શકાય એવી ગણતરી મૂકવામાં આવી રહી છે. મૂળ તો પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે તે વાતને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંઘીએ જ વહેતી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે કોંગ્રેસના પ્રવક્તા એમએલસી દીપક સિંહે પણ આ વાતનું સમર્થન કર્યું છે. દીપક સિંહે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી વારણસીમાંથી ચૂંટણી લડી રહ્યા છે , એ નક્કી છે. એકાદ બે દિવસમાં જ તેમની ઉમેદવારી માટેની પ્રક્રિયા બાબત તૈયારી એ શરૂ કરી દેવામાં આવશે. વારાણસીની બેઠક પરથી 2014માં ચૂંટણી લડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક પર વિક્રમજનક મતોથી વિજય હાંસલ કર્યો હતો.