ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના કરોડો લોકો માટે નવી યોજના લાવી રહ્યા છેઃ યુનિવર્સલ સોશ્યલ સિક્યુરિટી સ્કીમ.

2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં નરેન્દ્ર મોદીની કેન્દ્રસરકાર એક મહાકાય અને મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવાનું ગંભીરતાથી વિચારી રહી છે. આયોજના હેઠળ, યુનિવર્સલ સોશ્યલ સિક્યુરિટી સ્કીમ દાખલ કરવા માગે છે. જેનો ફાયદો કરોડો લોકોને મળશે. વડાપ્રદાનની કચેરીએ 50 કરોડથી વધુ કર્મચારીઓ સાથે જોડાયેલા શ્રમ મંત્ર્યાલયની દરખાસ્તને અનુમોદન આપી દીધું છે. હેલ્થ, રિટાયરમેન્ટ, સીનિયર સિટીઝન બેનિફિટ, ડિસેબિલિટી, અનએમ્પ્લોયમેન્ટ અને મેટરનિટી લિવ  સહિતના અનેક લાભો લોકોને મળશે. એની સાથે ઓપ્શનલ મેડિકલ અને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. આગામી ચૂંટણી પહેલા આ યોજના અમલમાં મૂકવાનો સરકારનો ઈરાદો છે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.આ યોજનાને અમલમાં મૂકવા સરકારને આશરે બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.