રિજનરન નેશનલ સાયન્સ કોમ્પિટિશનમાં કોલોરાડોની ઈશાની સિંહ ત્રીજા સ્થાને

વોશિંગ્ટન ડીસીમાં 13મી માર્ચે આયોજિત રિજનરન નેશનલ સાયન્સ કોમ્પિટિશન 2018માં (ડાબે) કોલોરાડોની ઓરારાની 18 વર્ષીય ભારતીય-અમેરિકન ઈશાની સિંહે ત્રીજું સ્થાન મેળવી 1,50,000 ડોલરનું ઇનામ જીત્યું હતું. (વચ્ચે) ન્યુ યોર્ક સિટીનો 18 વર્ષીય બેન્જામિન ફાયરસ્ટર મેથેમેટિકલ મોડેલના તેના ડેવલપમેન્ટ માટે 2,50,000 ડોલરનું ઇનામ જીતી પ્રથમ સ્થાને આવ્યો હતો. (જમણે) પેન્સિલવેનિયાની ચાડ્સ ફોર્ડની 18 વર્ષીય નાતાલિયા ઓરલોવસ્કી 1,75,000 ડોલરનું ઇનામ જીતી બીજા સ્થાને આવી હતી.

ન્યુ યોર્કઃ વોશિંગ્ટન ડીસીમાં 13મી માર્ચે આયોજિત રિજનરન નેશનલ સાયન્સ કોમ્પિટિશન 2018માં કોલોરાડોની ઓરારાની 18 વર્ષીય ભારતીય-અમેરિકન ઈશાની સિંહે ત્રીજું સ્થાન મેળવી 1,50,000 ડોલરનું ઇનામ જીત્યું હતું. ઈશાની સિંહે ટર્નર સિન્ડ્રોમ (ટીએસ) ધરાવતી મહિલાઓ બે એક્સ ક્રોમોઝોમ્સ સાથેના કેટલાક કણો ધરાવે છે તેવી શોધ બદલ ઈશાની સિંહે આ ઇનામ જીત્યું હતું.
જ્યારથી ઈશાની સિંહને ખ્યાલ આવ્યો હતો કે મોટા ભાગની એમ્બ્રિયોમાં સેકન્ડ એક્સ ક્રોમોઝોમની અછત હોય છે અને તે જીવી શકતી નથી, ત્યારે તેણે આના સંશોધન માટે લેબોરેટરી પ્રોટોકોલ સ્વીકાર્યો હતો અને ટીએસ એમ્બ્રિયોસમાં આ સામાન્ય કણો શોધ્યા હતા.
ટર્નર સિન્ડ્રોમમાં વિવિધ મેડિકલ કોમ્પ્લિકેશન માટે વધુ સારી તૈયારી કરવા માટે ઈશાની સિંહની આ શોધ ફિઝિશિયનો અને દર્દીઓને મદદરૂપ થઈ શકે છે.
પેન્સિલવેનિયાની ચાડ્સ ફોર્ડની 18 વર્ષીય નાતાલિયા ઓરલોવસ્કી 1,75,000 ડોલરનું ઇનામ જીતી બીજા સ્થાને આવી હતી, જ્યારે ન્યુ યોર્ક સિટીનો 18 વર્ષીય બેન્જામિન ફાયરસ્ટર મેથેમેટિકલ મોડેલના તેના ડેવલપમેન્ટ માટે 2,50,000નું ઇનામ જીતી પ્રથમ સ્થાને આવ્યો હતો. અન્ય વિજેતાઓમાં મુહમ્મદ રેહમાન (પોર્ટલેન્ડ, ઓરેગન) 1,00,000 ડોલરના ઇનામ સાથે ચોથા સ્થાને આવ્યો હતો. મેરીલેન્ડ પોટોમેકના ડેવિડ વુ 90,000 ડોલરના ઇનામ સાથે પાંચમા સ્થાને આવ્યા હતા. કોલોરાડો બાઉલ્ડરના કાઇલ ફ્રીડબર્ગે 80,000 ડોલરના ઇનામ સાથે છઠ્ઠા સ્થાન મેળવ્યું હતું.
રિજનરનના ચીફ સાયન્ટિફિક ઓફિસર અને પ્રેસિડન્ટ તેમ જ ફાઉન્ડિંગ સાયન્ટિસ્ટ અને સાયન્સ ટેલેન્ટ સર્ચ વિનર 1976 જ્યોર્જ ડી. યાન્કોપોલોસે જણાવ્યું હતું કે રિજનરન સાયન્સ ટેલેન્ટ સર્ચ સ્પર્ધકો આપણા દેશના ઘણા શ્રેષ્ઠ યુવા વિજ્ઞાનીઓમાંના કેટલાક છે. અમે આ વિજેતાઓને સહાયરૂપ થતાં ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ.
વેસ્ટિંગહાઉસ અને ઇન્ટેલ પછી ગયા વર્ષે સાયન્સ ટેલેન્ટ સર્ચ રિજનરન માત્ર ત્રીજી સ્પોન્સર કંપની બની હતી. ધ રિજનરન સાયન્સ ટેલેન્ટ સર્ચની સ્થાપના અને નિર્માણ સોસાયટી ફોર સાયન્સ એન્ડ ધ પબ્લિક દ્વારા 1942માં થઈ હતી, જે હાઈ સ્કૂલના સિનિયરો માટે દેશની સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત સાયન્સ એન્ડ મેથ કોમ્પિટિશન ગણાય છે. દર વર્ષે 1800 વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે છે.