શું તમારું વજન ફરી વધી રહ્યું છે

વધેલું શરીર પહેલાંના જમાનામાં સંપન્નતાનું પ્રતીક સમજવામાં આવતું હતું. ભારે શરીરવાળા લોકોને જોઈને તેમની સંપન્નતાનું અનુમાન લગાવવામાં આવતું હતું અને એવું માનવામાં આવતું હતું કે સારા ખાતા-પીતા ઘરનો માણસ લાગે છે, પણ હવે આ ધારણાઓ બદલાઈ ગઈ છે. વધી ગયેલા શરીરને હવે લાપરવાહ અને અણસમજણ માનવામાં આવે છે.
વજન વધી જવાથી માણસ આળસુ બની જાય છે, પેટ સંબંધી વ્યાધિઓ થવા લાગે છે. ખાધેલો ખોરાક સારી રીતે પચતો નથી. કબજિયાતનો પ્રોબ્લમ પણ થઈ શકે છે. ભૂખ ન લાગવી, અરુચિ જેવાં લક્ષણો ઉત્પન્ન થાય છે. આ રીતે પાચનતંત્ર નબળું થઈ જાય છે. આથી વાતરોગ, આમવાત, યકૃત-પ્લીહાના રોગ, હૃદયરોગ, મધુપ્રમેહ જેવા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે.
મોટા ભાગના લોકો સક્રિય રહી શકતા નથી, આવા લોકો સામાજિક કાર્યક્રમોથી પણ દૂર રહેવાની કોશિશ કરતા હોય છે, કેમ કે આવા લોકો આવી જગ્યા પર લઘુતાગ્રંથિથી પીડાય છે. અસ્થમા સંબંધી બીમારી ઓસ્ટિયોપોરોસિસ મોટા ભાગે જાડા માણસોને જ થાય છે. ખાસ કરીને મહિલાઓમાં વધારે જોવા મળે છે. 4પ વર્ષની આસપાસની મહિલાઓમાં આ બીમારી જોવા મળી જતી હોય છે.
સામાન્ય રીતે 3પ વર્ષ પછી મહિલાઓમાં કેલ્શિયમની ઊણપ જોવા મળે છે. કેલ્શિયમની ઊણપથી હાડકાં નબળાં પડવા માંડે છે. જો આ ઉંમરમાં જ વ્યાયામને નિયમિત રૂપથી શરૂ કરી દે તો ઘણું સારું રહે છે. ચા, કોફી તથા અન્ય પીણાં પણ કેલ્શિયમની કમી માટે જવાબદાર હોય છે.
આપણે એ સમજવું બહુ જરૂરી છે કે શરીરનું વજન વધવું તે જાડા થઈ જાય એવું નથી હોતું. વજન તો ખૂબ જ વ્યાયામ કરનારનું કે વધારે શારીરિક શ્રમ કરનારનું પણ વધતુ હોય છે. માંસપેશીઓના વિકાસથી પણ વજન વધતું હોય છે, પરંતુ જ્યારે વજન ચરબીમાં વધે તો તેને જાડાપણું કહેવાય છે.
વધારે પડતું ભોજન કરવાથી આળસ રહ્યા કરે છે, વંશાનુક્રમનો ભાવ પણ હોય, વધતી ઉંમર પણ એક કારણ હોઈ શકે, હોર્મોન્સ અને સામાજિક કે મનોવૈજ્ઞાનિક કારણ પણ જાડાપણા માટેનાં હોઈ શકે છે.
વજન કેવી રીતે ઓછું કરી શકાય – એવા કયા ઉપાયો છે કે જેનાથી વજન ઓછું થાય? આવો સવાલ દરેક જાડા માણસના મસ્તિષ્કમાં ઘૂમરાયા કરતો હોય છે. હવે તેના ઉપાયો સમજીએઃ
1 ભોજન પર નિયંત્રણ કરીને – ઓછી કેલરીવાળું ભોજન લેવાથી જાડાપણું ઓછું થાય છે, પણ તેની એક સીમા છે કેલરીનું પ્રમાણ વધારે ઓછું કરી નાખવું પણ હિતાવહ નથી. વધારે પડતી કેલરી ઘટાડી નાખવાથી વસા એટલે કે ચરબીનું પ્રમાણ વધીને કીટોસિસ થઈ જાય છે.
ર. દવાઓથી – જો આપણે એલોપથી દવાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોઈ એવી દવા નથી આવી કે જે ચુસ્તી-ફુરતી બનાવી રાખે અને જાડાપણું ઘટાડી આપે. કેટલીક એવી દવાઓ છે કે જે અમુક મર્યાદા સુધીનું વજન ઓછું કરી આપે છે, પરંતુ તેનું સેવન ડોક્ટરની સલાહ વિના ન કરવું જોઈએ. (1) ભૂખ ઓછી કરવાની દવાઓ, (ર) થાઇરોઇડ ગ્રંથિ પર નિયંત્રણ કરવાવાળી દવાઓ (3) ડાઇયુરેટિક અને જુલાબની દવાઓ, જેના સેવનથી મળમૂત્ર વધારે બને છે, જેનાથી જાડાપણું ઓછું થાય છે, પરંતુ ડોક્ટરની સલાહ વિના લેવી જોઈએ નહિ.
3. ફોર્મ્યુલા આહાર – વજન ઉતારવા માટે ડબ્બામાં પેક કરેલા આહાર ડબ્બા માર્કેટમાં મળે છે. તેમાં કેલરીનું પ્રમાણ 1000 કિલો કેલરી હોય છે, પણ નિયમિત રૂપથી તેનું સેવન કરવાથી તૃપ્તિ થતી નથી.
વજન ઉતારવા માટે દઢ ઇચ્છાશક્તિ અને કઠોર નિયંત્રણની જરૂર હોય છે.
4. વ્યાયામ – સવાર-સાંજ ચાલવું, તરવું, સાઇકલ ચલાવવી, બેડમિન્ટન રમવું વગેરે સારા વ્યાયામ છે. ધ્યાન રાખવા જેવું ફક્ત એટલું જ છે કે વ્યાયામ વધારે થકવી દે તેવો ન હોવો જોઈએ. એક જ દિવસે વધારે શ્રમ કરી લેવો તેના કરતાં તો નિયિમત રૂપથી રોજ વ્યાયામ કરવો જોઈએ.
પ. ચિકિત્સકીય ભૂખ – જાડાપણું ઓછું કરવા માટે ઘણાં ચિકિત્સાલયોમાં ઘણાં અઠવાડિયાં સુધી ફક્ત પાણી પર, અને વિટામિન ખનીજ લવણયુકત પ્રવાહી પદાર્થ આપીને જાડાપણું ઓછું કરી આપવામાં આવે છે.
6. રેસાયુકત આહાર – એવો ખોરાક કે જેમાં રેસા વધારે હોય, તેનું સેવન કરવાથી પેટ તો ભરાઈ જાય છે, તૃપ્તિ પણ થઈ જાય છે, પણ તેનું કેલરી મૂલ્ય શૂન્ય હોવાથી ઊર્જા મળતી નથી, આથી જાડાપણું દૂર થાય છે.
7 મીઠાનું સેવન – જો જાડી વ્યક્તિ લિવરના રોગથી પીડિત હોય તો તેના આહારમાં મીઠું ન હોવું જોઈએ, કેમ કે મીઠાના કોષો અંદર પાણી સંગ્રહ કરવા માંડે છે, જેનાથી જાડાપણું વધે છે.
ઉપરોકત બતાવેલા ઉપાયોમાંથી જાડાપણું દૂર કરવા માટે બે ઉપાય યોગ્ય લાગે છે, એક તો ભોજનમાં કેલરીનું પ્રમાણ ઓછું, જેથી શરીરને કોઈ નુકસાન થયા વિના વજન ઘટે છે, બીજું કે વ્યાયામ નિયમિત રૂપથી કરવાથી પણ વજન ઘટે છે.
ઓછી કેલરી લેવી એનો અર્થ એ નથી કે વ્યક્તિ ભૂખી રહે, ફક્ત ખાદ્ય પર્દાથોમાં હેરફેર કરી પેટ ભરીને ખાઈને પણ વજન ઘટાડી જ શકાય છે. ઓછી કેલરીવાળા ખોરાકનું સેવન ફાયદાકારક છે. અંકુરિત કરેલા અનાજ, દાળ, લીલાં શાકભાજી, સલાડ અને ફળોનું સેવન વધારે જ કરવું જોઈએ. ખાંડ વિનાની ચા-કોફી, દહીં, છાસ, થોડા કરકરા લોટની ભાખરી-રોટલી – આ બધી વસ્તુનું સેવન કરવું જોઈએ. જો 10 ટકા જવ મેળવી ઘઉ દળાવવામાં આવે તો સૌથી ઉત્તમ છે. આવા ખાદ્ય પર્દાથોમાં ફાઇબર વધારે હોવાથી વજન વધતું નથી પરંતુ ઘટે છે. જો જમતાં પહેલાં એક પ્લેટ સલાડ ખાવામાં આવે તો અથવા તો એક ગ્લાસ છાશ પી લેવામાં આવે તો ખોરાક થોડો ઓછો લેવાશે, અને સંતૃષ્ટિ પણ થશે. આવા ખાદ્ય પર્દાથો ખાવાથી પોષક તત્ત્વ મળી રહે છે અને વ્યક્તિને સ્ફૂર્તિ રહે છે. દિવસ દરમિયાન ખૂબ જ પાણી પીવું જોઈએ.
સવારે નવસેકા પાણીમાં લીંબુનો રસ અને મધ મેળવી પીવાથી, તેલ-ઘીનું ઓછું સેવન કરવાથી, નિયમિત વ્યાયામ કરવાથી, એક મહિનો કે પંદર દિવસમાં કોઈ ફરક ન દેખાય, પણ નિયમિત રૂપથી ઉપર બતાવ્યો છે તે પ્રમાણે આહાર-વિહાર રાખવાથી ધીરે ધીરે વજન ઓછું થશે અને ચુસ્તી-ફુરતી પણ રહેશે. કેટલાય લોકો એવા છે કે જે યત્ન કરતા રહેતા હોય છે અને વજન ઘટાડે પણ છે, પરંતુ પછી તે લોકો એવું વિચારીને નિશ્ચિત થઈ જાય છે કે હવે જાડાપણાથી છુટકારો મળી ગયો છે. અને પરેજી છોડીને મનમાન્યુ ખાવા-પીવાનું ચાલુ કરી દે છે. આમ કરવાથી ફરીથી વજન વધી જાય છે અને નિરાશા ઘેરી વળતી હોય છે.
ઓછું થઈ ગયેલું વજન, દૂર થયેલું જાડાપણું વળી પાછું ન આવે તે માટે નીચેની બાબતો પર ધ્યાન આપતાં રહેવું જોઈએઃ
યોગ્ય આહાર જ લેવો – જે ભોજન તૃપ્તિ આપે અને જાડાપણું ન લાવે એવું જ ભોજન લેવું જોઈએ.
ભોજન નિયમિત જ લેવું – ઘણી વાર જાડાપણું કે વજન ઓછું કરવાની ધૂનમાં ભોજન બરાબર લેતા જ નથી, જેમ કે સવારે નાસ્તો ના કરે ને સીધું બપોરનું ભોજન જ લેતા હોય છે. આમ કરવાને બદલે દિવસમાં બે વાર નહિ, પણ ચાર વાર થોડું થોડું ખાવામાં આવે તો જાડાપણુ ઓછું થાય છે અને અશક્તિ આવતી નથી. એક જ સામટું વધારે ખાઈ લેવાથી ચરબી એટલે વસા જમા થઈ જાય છે અને રક્ત ધમનીઓમાં પણ વસા વધે છે. હૃદયરોગની શક્યતાઓ વધી જાય છે. શારીરિક ક્રિયાશીલ રહેવું – દિવસભરનો કાર્યક્રમ એવો બનાવો કે શારીરિક શ્રમ થયા કરે, જેમ કે સવારે ચાલવું, યોગ વ્યાયામ કરવો, તરવું, દિવસ દરમિયાન અડધો કલાક તો સખત શ્રમ પડે તેવુ કામ તો કરવું જ જોઈએ. અડધો કલાક તો ચાલવું જ જોઈએ.
આશાવાદી બનો- જો વજન ઘટ્યા પછી ફરીથી વધી ગયું હોય તો પણ નવા ઉત્સાહથી ફરીથી વજન ઉતારવાના ઉપાય કરવાના ચાલુ કરો અને નિયમિતતા બનાવી રાખવી.
મન પર કાબૂ રાખવો – સ્વાદના વશીભૂત બનીને એવો આહાર ન લેવો કે જેથી વજન વધે અને જાડાપણું આવી જાય. આ ઉપાયો પર ધ્યાન આપવાથી તો નિશ્ચિતપણે વજન ઊતરે છે અને કેટલાક દિવસોમાં જ હલકા-ફુલકાપણું અનુભવશો.
બહેનો માટેઃ ઘરમાં ફક્ત એક દાદાજી (8ર વર્ષ)ની સેવા માટે તથા ઘરનું તમામ કામ કરી શકનાર બહેનોએ સંર્પક કરવો, 98ર4030301.