ફિલ્મ ઓકટોબર જોઈને વરુણના અભિનયથી અત્યંત પ્રભાવિત થયાં પત્રકાર બરખા દત્ત

 

વરુણ ધવન અને વનિતા સંધૂની મુખ્ય ભૂમિકાઓવાળી શૂજિત  સરકારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઓકટોબર જોઈને જાણીતા મહિલા પત્રકાર બરખા દત્ત ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં રજૂ થયેલી ઓકટોબર ફિલ્મે અત્યાર સુધીમાં 25 કરોડતી વધુ રૂપિયાની કમાણી કરી લીધી છે. રોમેન્ટિક ફિલ્મોના રસિયાઓ તેમજ વરુણ ધવનના ચાહકો ઉત્સાહભેર આ ફિલ્મ જોવા ઉમટી રહ્યા હોવાની માહિતી બોલીવુડના સૂત્રોએ  હતી. જાણીતા મહિલા પત્રકાર બરખા દત્ત આ ફિલ્મમાં વરુણનો અભિનય જોઈને એટલાં પ્રભાવિત થયાં હતાં કે તેમમે સોશ્યલ મિડિયા પર વરુણની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું હતું કે, બાલદીઓ ભરીને રડી છું, વરુણ!

ઓકટોબરમાં તારો અભિનય લાજવાબ છે..વરુણ ધવન મોટેભાગે હળવા કથા-વસ્તુ ધરાવતી મનોરંજક ફિલ્મોમાં ભૂમિકા ભજવતો હોય છે, પણ ઓકટોબર ફિલ્મનો વિષય અલગ છે. શૂજિત સરકારની આ ફિલ્મ  ગંભીર અને અનોખા પ્રેમના અહેસાસની વાત રજૂ કરે છે . દાયકાઓ અગાઉ રજૂ થયેલી રોમેન્ટિક ફિલ્મો અનુભવ, રજનીગંઘા, આવિષ્કારની સ્મૃતિઓ તાજી કરાવે છે..