અમેરિકાનાં  ભૂતપૂર્વ પ્રથમ મહિલા બાર્બરા પિયર્સ બુશનું નિધન

Reuters

અમેરિકાનાં ભૂતપૂર્વ પ્રથમ મહિલા અને ભૂતપૂર્વ પ્રમુખ જયોર્જ બુશના પત્ની બાર્બરા બુશનું હ્યુસ્ટન ખાતે તેમના નિવાસસ્થાને 92 વરસની વયે અવસાન થયું હતું.તેમના અવસાન સમયે તેમના પતિ જયોર્જ હર્બર્ટ બુશ ઉપસ્થિત હતા. માજી પ્રમુખ જયોર્જ બુશ અને બાર્બરાએ 73 વરસ પહેલાં લગ્ન કર્યાં હતા.બાર્બરા  16 વરસની ઉંમરના હતા ત્યારે તેમની મુલાકાત જયોર્જ બુશ સાથે થઈ હતી. તે સમયે બાર્બરા શાળામાં આબ્યાસ કરતાં હતાં. 1945ના વરસમાં તેમનાં જયોર્જ બુશ સાથે લગ્ન થયાં હતા. તેઓ શિક્ષણના પ્રખર સમર્થક હતા.