વડાપ્રધાન મોદીની પાંચ દિવસની વિદેશ-યાત્રા- સ્વીડનમાં ઉષ્માપૂર્ણ સ્વાગત

પાંચ દિવસની વિદેશ-યાત્રાના પહેલા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાતે સ્વીડન  પહોંચ્યા હતા. સ્વીડનના વડાપ્રદાન સ્ટીફન લોવેને એરપોર્ટ ખાતે પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું . સ્ટોકહોમ-આલાન્ડા વિમાની મથકની બહાર હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભારતીયોએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. મોદીની આ વિદેશયાત્રા 16થી 20મી એપ્રિલ સુધીની છે. સ્વીડન બાદ તેઓ ઈંગ્લેન્ડ અને જર્મનીની મુલાકાત લેશે. તેઓ સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફની પણ મુલાકાત લેશે.

   લંડનમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, તેઓ મહારાણી એલિઝાબેથ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ સ્વીડનમાં વિવિધ સ્તરની દ્વિપક્ષીય મંત્રણામાં ભાગ લઈને સ્વીડન સાથે વિવિધ ક્ષેત્રમાં સહકાર અંગેના કરાર પણ કરશે. નરેન્દ્ર મોદી બન્ને દેશો દ્વારા સંયુકતપણે યોજાનારી પત્રકાર પરિષદમાં હાજરી આપ્યા બાદ સિટી હોલના ગોલ્ડનરૂમમાં યોજાનારા સ્વીડિશ- ઈન્ડિયા બિઝનેસ ડેના પ્રસંગમાં પણ ઉપસ્થિત રહેશે એમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.