આયુષમાન ખુરાના અનુભવ સિંહાની ફિલ્મ આર્ટિકલ 15માં હીરોની ભૂમિકામાં ચમકશે..

 

File Photo

આયુષમાન ખુરાના યુવાન અને પ્રતિભાસંપન્ન કલાકાર છે. તેમને વૈવિધ્યસભર , નવા તથા તાજગીભર્યા વિષયાવાળી ફિલ્મોમાં કામ કરવાનું ગમે છે. જેના ઉદાહરણ છેઃ વિકી ડોનર, દમ લગા કે હઈસા, બરેલી કી બરફી, બધાઈ હો . અંધાધૂન.. આયુષ્માનની આગામી ફિલ્મ આર્ટિકલ-15નું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. ભારતીય બંધારણ

( સંવિધાન)ના અનુચ્છેદ 15ની અંતર્ગત, ધર્મ, જાતિ, લિંગ અને જન્મસ્થળના ભેદભાવ પર પ્રતિબંધ મૂકવાની કાનૂની વ્યવસ્થા વિષે છે. ફિલ્મના નિિર્દેશક અનુભવ સિંહાએ જણાવ્યું હતું કે, તેમની નવી ફિલ્મ એક ઈન્વેસ્ટીગેટ ડ્રામા છે. જેમાં સૌ પ્રથમ વાર આયુષમાન ખુરાના પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં ઈશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા, જીશાન અયુબ વગેરે કલાકારોનો સમાવેશ થાય છે. 2012માં રિલિઝ થયેલી ફિલ્મ વિકી ડોનરને દર્શકો અને વિવેચકોએ ખૂબ જ પસંદ  કરી હતી.