જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહ દરમિયાન આપને સુખ-દુઃખ, અનુકૂળતા-પ્રતિકૂળતાના મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. પ્રારંભિક દિવસોમાં આ પ્રકારની અનુભૂતિ થશે, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ આપને અવશ્ય રાહત જણાશે. અધૂરાં, અટકેલાં કામો સફળ થતાં વિશેષ આનંદ થશે. વ્યાવસાયિક દષ્ટિએ મોટો લાભ થવાની શક્યતાઓ ખરી જ. તા. 20, 21 સામાન્ય દિવસો ગણાય. તા. 22, 23, 24 લાભ થાય. તા. 25, 26 સફળ દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. આર્થિક દષ્ટિએ વિશેષ ઉત્કર્ષ થવાની સંભાવના ખરી જ. ઘર માટે ખરીદી-ખર્ચ થાય. પારિવારિક શુભ-મંગલકાર્યનું આયોજન પણ શક્ય બને. સપ્તાહના ઉત્તરાર્ધમાં આપને કેટલીક વિટંબણાઓનો અનુભવ થશે, જેમાં દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. તા. 20, 21 રાહત જણાય. તા. 22, 23, 24 ખર્ચ ખરીદી થાય. તા. 25, 26 દરેક રીતે સંભાળવું.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહ દરમિયાન શરૂઆતના દિવસોમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. મિત્રોની સોબતમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે, તે સિવાય વિદ્યાર્થીમિત્રો અને તરુણો માટે સમય પ્રગતિકારક જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 20, 21, 22 દરેક રીતે સંભાળવું. તા. 23, 24 પ્રગતિકારક દિવસો ગણાય. તા. 25, 26 આનંદમય દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં દરેક બાબતમાં દરેક રીતે સંભાળી કામકાજ કરવું પડશે. અન્યથા નુકસાનના યોગો જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓ તરફથી અન્યાય થાય. વિશેષમાં કાર્યક્ષેત્રના હિતશત્રુઓ થકી પણ સંભાળવું પડે તેવા યોગો જણાય છે. સપ્તાહના અંતિમ દિવસો આનંદમય પસાર થાય. વ્યક્તિગત ઉત્કર્ષ થવાની સંભાવના પણ ખરી જ. તા. 20, 21, 22 દરેક રીતે સંભાળવું પડશે. તા. 23, 24 મનદુઃખના પ્રસંગો બને. તા. 25, 26 આનંદમય દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. નોકરી ધંધામાં સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિ માટે આ સમયગાળો શુભ જણાય છે. તરુણોને વિશેષ પગાર સાથેની નોકરી મળવાની સંભાવના પણ જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. 20, 21, 22 આનંદમય દિવસો પસાર થાય. તા. 23, 24 શુભ સમાચાર મળે. તા. 25, 26 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપને સંમિરશ્રત ગ્રહયોગોમાંથી પસાર થવું પડશે. એક-બે દિવસ આનંદમાં પસાર થાય તો વળી બે દિવસ ઉચાટ-ઉદ્વેગ જેવું સતત રહ્યા કરે. આ બધું હોવા છતાં નોકરિયાત વર્ગને બઢતી મળી શકે તેવા યોગો જણાય છે. નોકરી માટેના નવા પ્રયત્નોમાં પણ સફળતા મળી શકે તેમ છે. તા. 20, 21, 22 સામાન્ય દિવસો ગણાય. તા. 23, 24 નોકરિયાત વર્ગ માટે શુભ. તા. 25, 26 દરેક રીતે સંભાળવું.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનાં સુઆયોજિત સઘળાં કાર્યોમાં સફળતા મળતાં આપ વિશેષ આનંદની લાગણી અવશ્ય અનુભવશો. પ્રેમપ્રકરણમાં પણ પ્રગતિ થઈ શકે તેવા સંજોગોનું નિર્માણ થશે. પરદેશગમનની શક્યતાઓ પણ ખરી જ. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને તેમ છે. તા. 20, 21, 22 આનંદમય દિવસો ગણાય. તા. 23, 24 લાભ થાય. તા. 25, 26 દરેક રીતે સંભાળવું.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વ્યક્તિગત રીતે આપની યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગો જણાય છે. સરકારી તંત્ર સાથેના કામકાજમાં પણ સરળતાથી સફળતા મળે તેવા યોગોને પણ નકારી શકાય તેમ નથી. કળા ક્ષેત્ર સાથે સંકળાયેળાઓને લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. 20, 21, 22 દરેક રીતે સંભાળવું. તા. 23, 24 ચિંતાજનક દિવસો. તા. 25, 26 રાહત જણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક-બે દિવસ આનંદમાં પસાર થાય તો બે દિવસ ઉચાટ-ઉદ્વેગભર્યા વાતાવરણનો સામનો કરવો પડે તેવું પણ બનવાની સંભાવના ખરી જ. આર્થિક બાબતોમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. અન્યથા નુકસાન થવાની સંભાવના પણ ખરી જ. તા. 20, 21, 22 સામાન્ય દિવસો ગણાય. તા. 23, 24 દરેક રીતે સંભાળવું. તા. 25, 26 તબિયત સાચવવી.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. તરુણો માટે સમય વિશેષ લાભદાયી જણાય છે. નોકરિયાત વર્ગને પણ ઘણી માનસિક શાંતિ જણાય. મિલન-મુલાકાત શુભ ફળદાયી જણાય છે. આર્થિક બાબતોમાં ઉતાવળા નિર્ણયો લેવા યોગ્ય રહેશે નહિ. સપ્તાહના અંતિમ દિવસોમાં વાદ-વિવાદથી દૂર રહેવું. ગૃહસ્થ જીવનમાં પણ સમજદારી-સંયમથી વર્તવું. તા. 20, 21, 22 રાહત જણાય. તા. 23, 24 શુભ દિવસો ગણાય. તા. 25, 26 વિવાદથી દૂર રહેવું.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનાં ઘરનાં-બહારનાં તમામ કાર્યોમાં સફળતા સાથે યશ મળતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે જ. ઘર માટે ઉપયોગી ઉપકરણોની ખરીદી-ખર્ચ શક્ય જણાય છે. વ્યાવસાયિક લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. પ્રવાસ ટાળવો. વાહનથી પણ સંભાળવું. તા. 20, 21, 22 આનંદમય દિવસો ગણાય. તા. 23, 24 સફળ દિવસો ગણાય. તા. 25, 26 પ્રવાસ ટાળવો.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આર્થિક વ્યવહારોમાં નાણાકીય લેવડ-દેવડમાં પણ વિશેષ કાળજી રાખવી જરૂરી જણાય છે. તરુણોએ મિત્રવર્તુળથી ખાસ સંભાળવું પડશ, પરંતુ જેમ જેમ દિવસો વીતશે તેમ તેમ સપ્તાહના અંતિમ ચરણમાં દિવસો આનંદમય બની રહેશે. તા. 20, 21, 22 દરેક રીતે સંભાળવું. તા. 23, 24 મિત્રવર્તુળથી સંભાળવું. ત. 25, 26 લાભ થાય.