પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન – 10 અબજ ડોલરની વધુ આયત ડ્યુટી લગાવવાની ચીનને આપી ચેતવણી

Reuters

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ અમેરિકામાં આયાત કરવામાં આવતી ચીનની ચીજ-વસ્તુઓ પર વધારાની 100 અબજ ડોલરની ડયુટી( ટેકસ) લગાવવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે.વિશ્વના બે મહાકાય રાષ્ટ્રો વ્યાપારના મુદે્ એકમેક સાથે ટકકર લઈ રહ્યા છે. તેઓ ચીને અમેરિકન ઉત્પાદન પર લગાવેલા ટેકસના જવાબમાં નિવેદન કરી રહ્યા હતા. ચીને ગત બુધવારે ચીનમાં આયાત થતા અમેરિકાના ઉત્પાદનો સોયાબીન, સુવરનું માંસ વગેરે પર આયાત ડ્યુટી લગાવવાની ઘોષણા કરી હતી. જેનું વાર્ષિક મૂલ્ય 50 અબજ ડોલર છે. ચીનના વાણિજ્યપ્રધાને એ પ્રકારનું નિવેદન કર્યું હતું કે, બીજિંગ ચીનના વ્યાપારી હિતોની રક્ષા માટે કોઈ પણ પગલું ભરતાં અચકાશે નહિ. તેમણે જણાવ્યું હતું કે, અમે વ્યાપારના ક્ષેત્રે યુધ્ધ નથી ઈચ્છતાં,પણ અમે કોઈથીય ડરતા પણ નથી