લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનના ચેમ્બરમાં સંસદસભ્યોના ધરણા

(Photo: IANS)

આજ 6 એપ્રિલના દિવસે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનના ચેમ્બરમાં એક આશ્ચર્યજનકઘટના બનવા પામી હતી. આંધ્ર પ્રદેશના સત્તાધારી પક્ષ  તેલુગુ દેશમ પાર્ટીના સાંસદોએ ચેમ્બરમાં ઘુસીને જમીન પર બેસીને ધરણા કર્યા હતા. કેટલાક સાંસદો તો જમીન પર સૂઈ ગયા હતા. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે ઈન્કાર કર્યા બાદ ટીડીપીના સાંસદો નરેન્દ્ર મોદીની સરકાર વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ લોકસભામાં પેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ પ્રસ્તાવ રજૂ કરવાની અરજીનો સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા સ્વીકાર કરવામાં નથી આવતો. આથી નારાજ થઈને ટીડીપીના સંસદસભ્યો બજેટ સત્રના આખરી દિવસે પોતાનાો વિરોધ પ્રદર્શિત કરવા માટે ધરણા કરીને બેઠા હતા. આંધ્રપ્રદેશના  અન્ય મુખ્ય રાજકીય વિપક્ષ વાઈએસઆર કોંગ્રસ પક્ષેના પાંચ સંસદસભ્યોએ આજે લોકસભામાંથી રાજીનામા આપી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.વાઈએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગમોહન રેડ્ડીએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુને પડકાર કર્યો હતો કે, તેઓ પણ ટીડીપીના સંસદોને લોકસભામાંથી રાજનામું આપી દેવાનું એલાન કરે. જગમોહન રેડ્ડીએ વધુમાં કહ્યું હતું કે, આંદ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે નવી દિલ્હી સ્થિત આંધ્રભવનમાં તેમના પક્ષના સાંસદો અનિશ્ચિતકાળના ઉપવાસ પર ઉતરશે.