અદભૂત અને અનન્ય ડાન્સર તેમજ ગજબની કોમિક સેન્સ ધરાવતા અદાકાર ગોવિંદાની  ફિલ્મ આવી રહી છે-

11મેના રજૂ થનારી  આ ફિલ્મનું નામ છે- ફ્રાયડે . આ ફિલ્મનું૆ નિર્દેશન અભિષેક ડોંગરાએ કર્યું છે. ગોવિંદા સાથે વરુણ શર્મા પણ હાસ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. એક સમય એવો હતો કે ગોવિંદા અભિનિત કોમેડી ફિલ્મો ટિકિટબારી પર ધૂમ મચાવતી હતી. પછી સમયે પલટે ખાધો ને ગોવિંદાની ફિલ્મો ફલોપ થવા માંડી. પોતાની આગવી મૌલિક નૃત્ય છટાથી ગોવિંદાએ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. કોઈની પણ નકલ કર્યા વિના પોતાની આગવી નૃત્ય શૈલી એમણે વિકસાવી હતી. કોમેડીમાં પણ ગજબની કોમિક સન્સ અને પંચલાઈન રજી કરવા બાબત ટાઈમિંગ અને સ્ટાઈલમાં ગોવિંદા હંમેશા લાજવાબ રહેશે. આજે પણ લાખો સિનેરસિકો ગોવિંદાને રૂપેરી પરદે જોવા આતુર છે.