પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીનું ભારતના વિરોધમાં ઝેર ઓકતું બયાન

Reuters

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ તાજેતરમાં કાશમીરમાં 13 આતંકવાદીઓનાે ખાત્મો કરાયા બાદ ભારતની વિરુધ્ધ ઝેર ઓકતું ટવીટ કર્યું હતું. જેમાં તેમે કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો બચાવ કરતાં કહ્યું હતું  કે, ભારત સરકાર દમનકારી છે. જે નિર્દોષ લોકોને ગોળી મારીને હત્યા કરે છે. જેનો હેતુ આત્મ નિર્ણય અને આઝાદી માટેના અવાજને કચડી નાખવાનો છે. થોડાક દિવસો અગાઉ આ જ ક્રિકેટરે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને રાબેતા મુજબના બનાવવાની તેમજ ભારતના ખેલાડીઓએ પીએસએલમાં રમવા માટે આવવું જોઈએ એવું નિવેદન કર્યું હતું.