સૂરજ પટેલ સામે ચૂંટણીમાં ઊભેલાં કેરોલીન મેલોનીએ વંશીય ટિપ્પણી કરી

ન્યુ યોર્કઃ અમેરિકામાં જૂનમાં ડેમોક્રેટિક પ્રાઇમરીની ચૂંટણીમાં પોતાના સ્પર્ધક સૂરજ પટેલ સામે ઊભા રહેલા યુએસ રિપ. કેરોલીન મેલોનીએ ભારતીય-અમેરિકન દાતાઓ વિશે કરેલી ટિપ્પણીઓએ વિવાદ સજર્યો છે. આ ચૂંટણી જૂનમાં યોજાઈ રહી છે. સૂરજ પટેલ ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક છે.
બઝફીડ ન્યુઝ સાથેની મુલાકાતમાં 72 વર્ષીય મેલોની (ડી-એનવાય ટ્વેલ્થ ડિસ્ટ્રિક્ટ)એ સૂરજ પટેલના ફંડરેઇઝિંગ વિશે સવાલો ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે સૂરજ પટેલના ચૂંટણીપ્રચાર દરમિયાન વિશાળ સંખ્યામાં તેમના હોમસ્ટેટ ઇન્ડિયાનામાંથી નાગરિકો ઊમટી પડે છે અને પટેલના નામે મોટી રકમ એકઠી કરેલી છે.
સૂરજ પટેલની ફંડરેઇઝિંગની સફળતા વિશે કેરોલીન મેલોનીએ જણાવ્યું હતું કે મોટા ભાગના ઇન્ડિયાના સ્ટેટના છે, જ્યાંથી સૂરજ પટેલ આવેલા છે. મોટા ભાગની વિશાળ રકમ પટેલના નામથી જ આવેલી છે, કારણ કે તેઓ પોતે પટેલ છે.
34 વર્ષના સૂરજ પટેલ મેલોની સામે ઊભેલા છે. તેમણે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેમણે ચૂંટણીભંડોળમાં 5,50,000 ડોલર એકઠા કર્યા છે તેમ બઝફીડ ન્યુઝના અહેવાલમાં જણાવાયું છે.
ઓપનસીક્રેટડોટઓઆરજી વેબસાઇટના જણાવ્યા મુજબ મેલોનીએ પોતાના વર્તમાન ચૂંટણીપ્રચાર દરમિયાન 4,60,000 ડોલર એકઠા કર્યા છે.
મેલોની આ બાબતે શું કહેવા માગે છે તે સવાલના જવાબમાં મેલોનીના પ્રવક્તા જ્યોર્જ આટ્઱્ઝે બઝફીડ ન્યુઝને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સૂરજ પટેલ જાણે પોતે લોકલ ગ્રાસરૂટ કેમ્પેન કરતા હોય તેમ લાગે છે, પરંતુ એ સત્ય છે કે તેમણે ઊભા કરેલા અડધો મિલિયન ડોલરના નાણાભંડોળમાંથી ફક્ત 1.3 ટકા જ નાણાભંડોળ તેમના ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યું છે.
મેલોની સૂરજ પટેલને ભારતીય-અમેરિકન તરીકે જોઈ રહ્યા છે, જેમને પ્રાઇમરી ઇલેક્શનમાં ફક્ત તેમના પોતાના ‘નાગરિકો’ તરફથી જ સહાય મળી રહી છે તે હતાશાજનક છે.
મેલોની એવી કોઈ વ્યક્તિ પટેલ કે ઇન્ડિયન અમેરિકન સામે નામ લઈને બોલ્યાં નથી, જેમણે તેઓના ચૂંટણીપ્રચારમાં ફાળો આપ્યો છે. એ ચોક્કસ વાત છે કે એવા ઘણા ભારતીય-અમેરિકનો અને એશિયનો સાથે સંકળાયેલાં ઉદ્યોગગૃહો અનેે કોર્પોરેટ્સમાંથી આ પ્રકારના દાતાઓ મળી આવશે, જેમણે મેલોની માટે પોતાના ખિસ્સામાંથી ઢગલો નાણાં આપ્યાં છે.
વરિષ્ઠ કોંગ્રેસવુમન માટે હવે પછીનું પગલું શું હોઈ શકે છેઃ તેઓ નફરતપૂર્વક કહે છે કે ભારતીય અમેરિકન દાતાઓ પોતાના ભારતીય-અમેરિકન ઉમેદવારોને ફંડરેઇઝિંગ અથવા પ્રદાન દ્વારા શ્વેત સમુદાયને મજબૂત કરવામાં મદદ કરી રહ્યા છે?
આ ચૂંટણીના નિયમોની બહારની બાબત છે, કોંગ્રેસવુમન મેલોની? અથવા તો આ વાત પચાવવી મેલોની માટે જરા અઘરી છે?
ખરેખર તો, મેલોનીને પ્રાઇમરીની પોતાની ચૂંટણી માટે રેશમા સૌજાની તરફથી ટેકો મળ્યો છે તેમ ન્યુ યોર્ક પોસ્ટે જણાવ્યું છે. ભારતીય-અમેરિકી વકીલ અને સ્ટાર્ટ-અપ ઉદ્યોગસાહસિક રેશમા સૌજાની સન 2010માં ડેમોક્રેટિક પ્રાઇમરીમાં કેરોલીન મેલોની સામે કારમી હાર મેળવી હતી.
સૂરજ પટેલનો જન્મ મિસિસિપીમાં થયો હતો અને તેમનો ઉછેર ઇન્ડિયાનામાં થયો હતો. તેઓ ઇન્ડિયાનાપોલિસસ્થિત સન ગ્રુપના પ્રેસિડન્ટ છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં હોટેલો વિકસાવે છે અને કબજે કરે છે. તેમણે બરાક ઓબામાના પ્રમુખપદના ચૂંટણીપ્રચાર દરમિયાન કામગીરી કરી છે. તેઓ ન્યુ યોર્ક યુનિવર્સિટીમાં પણ પ્રવચનો આપેછે. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં તેમના પરિવારમાંથી ઘણા બધા ઉદ્યોગસાહસિકો સંકળાયેલા છે. તેમનાં માતાપિતા ભારતથી 1970ના દાયકામાં અમેરિકા સ્થાયી થયા હતા.
સૂરજ પટેલે જણાવ્યું હતું કે ન્યુ યોર્કને નક્કી કરવા દો કે પટેલો તરફથી ફંડ ઊભું કરવું એ યોગ્ય છે કે નહિ, જે હું કરી રહ્યો છું કે પછી કોર્પોરેટ અથવા ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી એકઠું કરવું જે મેલોની કરી રહ્યાં છે. સૂરજ પટેલે જણાવ્યું હતું કે મને ફર્સ્ટ જનરેશન ઇન્ડિયન-અમેરિકન પર ગર્વ છે. હું તમામ અમેરિકનોનો આભારી છે, જેઓ માને છે કે આપણને વોશિંગ્ટનમાં નવી ઊર્જા અને નવા વિચારોની જરૂર છે.
આ પ્રથમ વાર બન્યું નથી કે મેલોનીએ વંશીય ટિપ્પણી કરી હોય. જુલાઈ 2009માં સેનેટર કસ્ટર્ન ગીલીબ્રાન્ડ વિરુદ્ધ ચૂંટણીપ્રચાર ઝુંબેશમાં મેલોનીએ ઇન્ટરવ્યુમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી તેમણે માફી માગી હતી, પરંતુ તેમને નુકસાન થયું હતું. ત્યાર પછી તેમણે ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
પોતાના નિવેદનમાં રેવ. અલ શાર્પટોને મેલોની વિશે કહ્યું હતું કે તેમના શબ્દનો ઉપયોગ ‘ચેતવણીરૂપ’ છે તેમ ન્યુ યોર્ક ડેઇલી ન્યુઝે જણાવ્યું હતું.
સિટી એન્ડ સ્ટેટે નોંધ્યું હતું કે મેલોનીનું કેમ્પેન એડ રાઇટ-વિંગ ન્યુઝ સાઇટ બ્રેઇટબાર્ટ પર જોવા મળી હતી.
ભારતીય-અમેરિકન સમુદાય મેલોનીએ સમુદાય માટે કરેલો તિરસ્કાર યાદ રાખશે. પોતાના પગલાં અને શબ્દો માટે તેમના પર નજર રહેશે.

સૂરજ પટેલનો પુરજોશમાં ચૂંટણીપ્રચારઃ મતદારોને આકર્ષવા ફિટનેસ સ્ટ્રેટેજી

ન્યુ યોર્કઃ લુઇસિયાનાના ભૂતપૂર્વ ગવર્નર બોબી જિંદાલ પછી હવે નવા ભારતીય અમેરિકન રાજકારણી ફિટનેસ બાબતે સમાચારોમાં ચમકે છે. ન્યુ યોર્કમાંથી કોંગ્રેસમેન તરીકે ભારતીય અમેરિકન સૂરજ પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને તેમના પ્રતિસ્પર્ધી વર્તમાન કોંગ્રેસવુમન કેરોલીન મેલોનીએ જણાવ્યા મુજબ સૂરજ પટેલને પટેલ અટકના કારણે સમુદાયનું ભંડોળ મળી રહ્યું છે. સૂરજ પટેલે જણાવ્યું હતું કે કેરોલીનએ ભૂતકાળમાં પોલિટિકલ એક્શન કમિટી અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી ફંડ મેળવ્યું હતું. સૂરજ પટેલ પોતે પટેલ સમુદાય ઉપરાંત સમાજના તમામ વર્ગ તરફથી ચૂંટણીભંડોળ મેળવી રહ્યા છે. સૂરજ પટેલ ક્લાઇમેટ, ઇનોવેશન, એજ્યુકેશન, હેલ્થકેર, ઇમિગ્રેશન, ગાંજાને કાયદેસરની માન્યતા આપવાના મુદ્દે કેમ્પેન ચલાવે છે.
34 વર્ષના સૂરજ પટેલ ન્યુ યોર્ક સિટીમાંથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે યુવાનો વડીલો જેટલી સંખ્યામાં મતદાન કરતા નથી. તેઓએ એક્સરસાઇઝ કરવી જોઈએ અને આ માટે ગ્રુપ એક્સરસાઇઝ ક્લાસીસ ચાલુ કરવા જોઈએ. ઘણા બધા યુવા નાગરિકોએ વર્કઆઉટ ક્લાસીસમાં જોડાવું જોઈએ.
ન્યુ યોર્ક સિટીની આસપાસ સૂરજ પટેલે ગ્રુપ એક્સરસાઇઝ સ્ટુડિયો સાથે સ્પેશિયલ ઇવેન્ટ યોજી છે. અત્યાર સુધી તેમણે સ્પીન સ્ટુડિયો ફ્લાયવ્હીલ, ટ્રેડમીલ સ્ટુડિયો મિલે હાઇ રન કલબ અને યોગા ક્લબમાં કરીછે.
પ્રથમ કલાક દરમિયાન ફક્ત વર્કઆઉટ કરાય છે, રાજકારણની વાત નહિ. ત્યાર પછી ઊંડા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરવામાં આવે છે. સૂરજ પટેલ નાનકડું પ્રવચન આપે છે, સવાલોના જવાબો આપે છે.
સૂરજ પટેલે જણાવ્યું કે આ એક્સરસાઇઝ ક્લાસીસને વિશાળ પ્રતિસાદ મળ્યો છે. મોટા ભાગના નાગરિકોએ ચૂંટણીમાં મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ પ્રકારના કાર્યક્રમો દરમિયાન અમને શ્રેષ્ઠ સ્વયંસેવકોમાંથી કેટલાક સ્વયંસેવકો મળ્યા છે. આ સારી બાબત છે. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)