ઇલીના ડિક્રૂઝ ટુરીઝમ ફિજીની બ્રાન્ડ એમ્બેસેડર બનશે

અભિનત્રી ઇલીના ડિક્રુઝની ટુરીઝમ ફિજીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇન્ડિયન માર્કેટ માટે કરવામાં આવી છે. 2017માં ઇલીના ડિક્રૂઝ સાથે સફળ કેમ્પેન કરવાના કારણે ટુરીઝમ ફિજીને ભારતીય પ્રવાસીઓ તરફથી પ્રતિસાદ મળ્યો હતો. આ અભિનેત્રીએ ‘બરફી’, ‘રૂસ્તમ’ અને તાજેતરમાં ‘રેઇડ’ ફિલ્મમાં અભિનય આપ્યો છે. તે આગામી મહિને ફિજીના પ્રવાસે જઈ રહી છે. ઇલીનાએ કહ્યું કે ફિજી જેવા સુંદર દેશ સાથે જોડાવા બદલ હું ખૂબ ખુશ છું. ફિજીના નાગરિકોએ મને જે પ્રેમ આપ્યો છે, આગતા-સ્વાગતા કરી છે તેના કારણે મને ફિજી ઘર જેવું લાગે છે.
ઇલીના ડિક્રૂઝના કેમ્પેનના કારણે ડિસેમ્બર, 2017ના અંતમાં ફિજીમાં 2016 કરતાં 30 ટકા ભારતીય પ્રવાસીઓની વૃદ્ધિ થઈ હતી.