છેલ્લા 4 મહિનાથી ગુમ છે યુવાન પ્રતિભાશીલ કોમેડિયન સિધ્ધાર્થ સાગર..

કોમેડી સર્કસ, લાફટર કે ફટકે વગેરે બહુ લોકપ્રિય થયેલી કોમેડી ટીવી સિરિયલોમાં પોતાની અભિનયક્ષમતા પુરવાર કરનારા સેલ્ફી મૌસી અને નસીર જેવા નામથી લોકોમાં જાણીતા કલાકાર સિધ્ધાર્થ સાગર  છેલ્લા 4 મહિનાથી લાપતા હોવાની માહિતી મળી હતી. એમના સહકલાકારો અને મિત્રોને પણ એમની કશી ભાળ મળતી નથી. પોતાની માતા સાથે રહેતા આ કલાકારને એમની માતા ખુદ હેરાન કરતી હતી અને એમના પર માનસિક અને શારીરિક અત્યાચાર કરતી હતી એવું કહેવાય છે. આ હાસ્ય કલાકાર લાપતા હોવાના સમાચાર એમની નિકટની એક મિત્ર સોમી સક્સેનાએ  સોશ્યલ મિડિયા દ્વારા આપ્યા હતા.