રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ icici બેન્કને રૂપિયા 59 કરોડનો દંડ કર્યો – બેન્કના સીઈઓ ચંદા કોચરની પ્રતિષ્ઠાને લાગ્યું કલંક

Reuters

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્કનું પણ નામ અને કામ ગોટાળા અને ભ્રષ્ટાચારમાં સંડોવાયું છે. આરબીઆઈની આચારસંહિતા અને નિયમોને કોરે મૂકીને કોઈની તરફદારી કરવાના આરોપસર ઉપરોક્ત બેન્કને 59 કરોડ રૂપિયાનો દ્ંડ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. જમીતી ઈલેકટ્રોનિક ઉપકરણોની કંપની વીડિયોકોન સાથે મળીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ પણ આઈસીઆઈસીઆઈ કંપની પર મૂકવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશનના સેકશન અંતર્ગત દંડ કરવામાં આવ્યો હતો. બેન્કના સીઈઓ ચંદા કોચર પર સગાં-સંબંધીઓની તરફેણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વીડિયોકોન સમૂહની કંપનીઓના માલિક વેણુગોપાલ દુતે બેન્કનાં સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચર તેમજ અન્ય બે સંબંધીઓ સાથે ભાગીદારીમાં એક કંપની બનાવી હતી. આ કંપનીને માત્ર 9 લાખ રૂપિયામાં વેચી નાખવામાં આવી હતી અને ત્યારબાદ આ જ કંપનીને વેણુગોપાલ ધુતની કંપની દ્વારા 64 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. ત્યાર પછી એ કંપનીનો માલિકી હક 9 લાખ રૂપિયામાં ટ્રસ્ટનો સોપી દેવાયો હતો. એ ટ્રસ્ટનો વહીવટ ચંદા કોચરના પતિ દીપક કોચર હસ્તક હતો. વિધ વિધ પ્રકારની કુરીતિઓ અપનાવીને નાણાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની વિગતો ક્રમશઃ પ્રગટ થઈ હતી