આમરણાંત અનશન પર બેઠેલા સમાજસેવક અન્ના હજારેની તબિયત બગડી..

ગત સપ્તાહથી ખેડૂતોના હક માટે તેમજ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે લોકપાલની નિયુક્તિ કરવાની માગણી બાબત નવી દિલ્હીના રામલીલા મેદાનમાં અામરણાંત અનશન પર ઉતરેલા અન્ના હજારેની તબિયત લથડી રહી હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. અન્નાની તબિયતની દેખરેખ રાખનારા તબીબ ડો. ધનંજયે જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં અન્ના હજારેએ 5-5 કિલો વજન ગુમાવ્યું છે. તેમનું બ્લડપ્રેશર પણ વધતું રહે છે. સુગર પણ ઘટી રહી છે. અન્નાને વધુ માત્રામાં પાણી પીવાની અને આરામ લેવાની સલાહ આપવામાં આવી છે.

અન્ના હજારેની માગણી છેકે, સરકાર ખેડૂતોના ઉત્પાદનની એક ચોક્કસ કિંમત નક્કી કરે. જો ખેડૂતને નિયત કિંમત કરતાં ઓછાં નાણાં મળતાં હોય તો સરકાર બાકીના નાણાની ભરપાઈ કરે. કૃષિ મૂલ્ય આયોગ – એગ્રીકલ્ચર પ્રાઈજ કમિશનને બંધારણીય દરજ્જો આપવામાં આવે. સરકારખેડૂતોનાં દેવાં માફ કરે.