અંતરિક્ષમાં ભારતનું મહાશક્તિ અભિયાનઃ અંતરિક્ષમાં પણ યુધ્ધક્ષમતા હાંસલ કરતું ભારત- અતંરિક્ષમાં 300 કિ્. મિ.ના અંતરે સેટેલાઈટને તોડી પાડવામાં આવી..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચન કરીને બિરદાવી વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ સિધ્ધિને…

Reuters

મિશન સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકોને મોદીએ અભિનંદન આપ્યા…અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત આ સિધ્ધિ મેળવનારું વિશ્વનું ચોથું રાષ્ટ્ર બન્યું …

આજે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતે અંતરિક્ષમાં મહત્વની સિધ્ધિ પ્રાપ્ત કરીને લો અર્થ ઓરબિટમાં એક સેટેલાઈટનો ખાત્મો કરી દીધો હતો. આ મિશનને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. આપણી પાસે હવે અતરિક્ષમાં પણ યુધ્ધનો મુકાબલો કરવાની ક્ષમતા છે. આ મિશનનું એપરેશન માત્ર 3 મિનિટ જ ચાલ્યું હતું. મિશન શક્તિ નામનું આ અંતરિક્ષ કાર્ય  અતિ મુશ્કેલ હતું. જેમાં અતિ ઉચ્ચ પ્રકારનાી ટેકનિકલ ક્ષમતાની આવશ્યકતા હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશ માટે આજે ગૌરવનો દિવસ છે.આ ઐતિહાસિક સિધ્ધિ ભારતે ભારતમાં જ તૈયાર કરાયેલી એ- સેટ મિસાઈલ દ્વારા હાંસલ કરી હતી.હું આ મિશન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું. આજે આપણા અંતિરક્ષ- વૈજ્ઞાનિકોએ આપણું માન વધાર્યું છે. આપણા સેટેલાઈટનો ફાયદો સહુને મળે છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ અને મહત્વ વધવાના છે. એવા સંજોગોમાં એની સુરક્ષા પણ અતિ જરૂરી છે.

   એ- સેટ મિસાઈલ એક એવી એન્ટી સેટેલાઈટ સિસ્ટમ છેકે જે ખાસ કરીને મિલિટરીની (સૈન્યની) ગતિવિધિઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જે શત્રુ દેશના સેટેલાઈટનો નાશ કરે છે. અમેરિકાએ 1950માં આ હથિયારને વિકસિત કર્યું હતુું. રશિયાએ 1960માં તેને વિકસિત કર્યું હતું.

  એલઈઓ- લો અર્ત ઓરબિટ- પૃથ્વીની સૌથી નિકટની ભ્રમણ કક્ષા છે. એ ધરતીથી માત્ર 2000 કિલોમિટર ઉપર હોય છે. એ કક્ષામાં જો સેટેલાઈટસને ગોઠવવામાં આવે છે તેનો ઉપયોગ કોમ્યુનિકેશન માટે કરવામાં આવે છે.