સારા અલી ખાન અને કાર્તિક આર્યન ફિલ્મ લવ આજકલ-2 ના શૂટિંગમાં બિઝી છે.. સારા અલી ખાન અને કાર્તિક એકમેકને ખૂબ પસંદ કરે છે..

IANS file Photo

  બોલીવુડમાં નવા અભિનેતા – અભિનેત્રીઓ તેમજ નવા નવા સર્જનશીલ યુવા નિર્દેશકોનું આગમન થતું જાય છે. જે આવકાર્ય છે. વળી બીબાઢાળ વાર્તાઓ ધરાવતી ફિલ્મોને બદલે કશુંક નવું કરવાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મો આવી ચૂકી છે. બન્નેના અભિનયનો વિવેચકોની પ્રશંસા  અને દર્શકોની સરાહના પ્રાપ્ત થઈ હતી. હવે સારા અલી ખાન અને કાર્તિક આર્યન બન્નેની જોડી પહેલીવાર લવ આજકલ-ર માં એકસાથે ચમકી રહીછે, હીરો અને હીરોઈનની ભૂમિકામાં…કરણ જોહરને આપેલા ઈન્ટરવ્યૂમાં સારા કાર્તિક આર્યન સાથે પોતે ડેટ પર જવા માગે છે એવું કહ્યું હતું. સારા અલી ખાન અને કાર્તિકના સબંધો અને નિકટતા વિષે ગોસિપ થઈ રહી છે. ઈમ્તિયાઝ અલી નિર્દેશિત લવ આજકલ-2ની  આ રોમેન્ટિક જોડીને હજી વધુ નિર્માતાઓ પોતાની ફિલ્મ માટે સાઈન કરવા માગે છે.. સારા અને કાર્તિકનું નસીબ જોરમાં છે…