સંજય દત્ત ની બાયોપિક સંજુ આગમી 29મી જૂને રજૂ કરાશે

IANS

અતિ પ્રતિભાશીલ દિગ્દર્શક રાજુ હીરાણી  જાણીતા કલાકાર સંજય દત્તના જીવનને પેશ કરતી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મ હવે પૂરી થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં સંજય દત્તનો રોલ યુવાન અને બહુમુખી ક્ષમતાસંપન્ન કલાકાર રણવીર કપૂર ભજવી રહ્યા છે. સંજયદત્તની પત્નીની ભૂમિકા દિયા મિર્ઝાએ ભજવી છે. દિયા રણવીર કપુરના અભિનયથી બહુ જ પ્રભાવિત થયાં છે. તેઓ કહે છે કે, આ ફિલ્મ રજૂ થયા પછી પ્રેક્ષકો રણવીર કપુરના અભિનયથી અભિભૂત થઈ જશે. રણવીર કપુર એ બોલીવુડની આજની યુવાન પેઢીના સૌથી ઉત્કૃષ્ટ અભિનેતા છે.સંજય દતના પાત્રને પૂરતો ન્યાય આપવા માટે રણવીરે કરેલી મહેનતને એના સાથી કલાકારો તેમજ ખુદ ફિલ્મના નિર્દેશક રાજુ હીરાણી  દિલથી બિરદાવી રહ્યા છે..