ઓસ્ટ્રેલિયામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ માટે નિરાશાજનક સમાચાર

reuters

ઓસ્ટ્રેલિયાએ ભારતીય નિષ્ણાત અને પ્રોફેશનલમાં જેની બહુ ડિમાન્ડ રહે છે તે એમ્પ્લોયર – સ્પોન્સર્ડ 457 વિઝા કાર્યક્રમ બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. હવે ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમની અંતર્ગત, વિઝા માટે અરજી કરનાર વ્યક્તિની અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ અને નોકરી માટેની  ઉચ્ચ યોગ્યતાનું ધોરણ નક્કી કરવામાં આવશે. ઉપરોક્ત એમ્પ્લોયર સ્પોન્સર્ડ 457 વિઝા યોજનાનો આશરે 95,000 જેટલા પ્રોફેશનલો લાભ લેતા હતા. જેમાં બહુમતી સંખ્યા ભારતીયોની હતી. 4 વરસની મુદત માટે કંપનીઓ કર્મચારીઓને નોકરી આપી શકતી હતી. આ વિઝા ધરાવનાર વ્યક્તિને પોતાના નિકટના પરિવારજનો સાથે ઓસ્ટ્રેલિયામાં પોતાની સાથે રહેવાની પરવાનગી આપવામાં આવતી હતી.