સોનિયા ગાંધીની તબિયત બગડી -સારવાર બાદ દિલ્હી રવાના

 

REUTERS

પોતાની પુત્રી પ્રિયંકા વાઢેરા સાથે સિમલાની અંગત મુલાકાતે ગયેલાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતાં તેમણે તરત જ સિમલા સ્થિત ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જરૂરી પ્રાયમરી ટ્રિટમેન્ટ બાદ તેમને ચંડીગઢ લઈ જવાયાં હતા. ગુરુવારે રાતના તેમણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરતાં તેમને ચંડીગઢની પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા.સ્વસ્થ થયા બાદ તેઓ દિલ્હી પુત્રી સાથે દિલ્હી પાછા ફર્યા હતા.