સંસદમાં વિપક્ષની ધાંધલ અને અશાંતિને કારણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ શકતી નથી

ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, એમની સરકાર વિપક્ષ  દ્વારા રજૂ કરવામાં આવનારી સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્ત સહિત અન્ય મુદા્ઓ વિષે ચર્ચા કરવા તૈયાર છે પણ એ માટે લોકસભાના ગૃહમાં શાંતિનું વાતાવરણ સર્જાય એ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે,લોકસભામાં ભાજપની સરકાર પાસે બહુમતી સભ્યોનો ટેકો છે, અવિશ્વાસની દરખાસ્ત અંગે સરકારને લેશ માત્ર ચિંતા નથી. આ અગાઉ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન પણ કહી ચુક્યા છે કે ગૃહમાં શાંતિ ન હોય તો એવા ધાંધલ – ધમાલના વાતાવરણમાં પ્રસ્તાવ દાખલ ન થઈ શકે, એ અંગે સવાલ – જવાબ કે ચર્ચા કરવા માટે ગૃહમાં શાંતિ અનિવાર્ય છે.