અમિતજીની તબિયત સારી છે- જયા બચ્ચનનું નિવેદન

આજે નવી દિલ્હી સ્થિત સંસદની લોબીમાં પત્રકારોને ઉત્તર આપતાં સપા સાંસદ અને પીઢ અભિનેત્રી જયા બચ્ચને અમિતજીની તબિયત વિષે માહિતી આપતા કહ્યું હતું કે, જોધપુરમાં ઠગ્સ ઓફ હિંદુસ્તાનનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અમિતજીના પોશાક ભારેખમ હોવાથી અને જોધપુરમાં ખૂબ ગરમી પડતી હોવાને કારણે અમિતજી અસ્વસ્થતા અનુભવતા હતા. તેમની ડોક અને કમરમાં દુખાવો થતો હતો. મુંબઈથી ખાસ તબીબોની ટીમે જઈને તેમનું ચેકઅપ અને જરૂરી સારવાર કરી હતી. હવે અમિતજીની તબિયત ઠીક હોવાનું જયા બચ્ચને  જણાવ્યું હતું.