વરુણ ધવનની ફિલ્મ ઓકટોબરનું ટ્રેલર રિલિઝઃ શબ્દોમાં અભિવ્યકતિ ન થઈ શકે તેવા પ્રેમનો અહેસાસ

REUTERS

યુવાન અને પ્રતિભાશીલ અભિનેતા વરુણ ધવનની નવી ફિલ્મ ઓકટોબરનું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. જેમાં તેની સાથે મુખ્ય ભૂમિકામાં વનિતા સંધૂ અભિનય કરશે. આ ફિલ્મના અત્યાર સુધીમાં બે પોસ્ટર પ્રકાશિત કરવામાં આવ્યા છે. વરુણ ધવન એક એવા યુવાનની ભૂમિકામાં છે જે યુવાન જયાં કામ કરે છે ત્યાં કોઈ વ્યક્તિ છે જે એને પ્રેમ કરે છે. એને જે યુવતી પ્રેમ કરતી હોય છે તે અચાનક એક અકસ્માતનો ભોગ બનીને કોમામાં સરી પડે છે. ત્યાર પછી ફિલ્મની કથા કેવી રીતે આગળ વધે છે તે જાણવું પ્રેક્ષકો માટેે રોમાંચક થઈ પડશે. આ ફિલ્મમાં વરુણ ધવન એક વિશિષ્ટ ભૂમિકા ભજવી રહ્યો છે.