ક્રિકેટર મહંમદ શમી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ તરત દુબઈ કેમ ગયા હતા? કોલકોતાની પોલીસે પૂછેલો પ્રશ્ન

REUTERS

ભારતીય ક્રિકેટર મહંમદ શમીની પત્નીએ જાહેરમાં એની પર ડોમેસ્ટિક- ઘરેલુ હિસા અને બળાત્કાર સહિતના ગુના માટે જવાબદાર ગણી આરોપ  મૂક્યા હતા. મોહમ્મદ શમીની પત્ની હસીન જહાએ પોતાનો આરોપ પુરવાર કરવા માટે સોશ્યલ મિડિયા પર મોહમ્મદ શમીના અન્ય યુવતી સાથેના સંબંધને માટે વાતચીત અને તસવીરો પણ રજૂ કરી હોવાનું કહવાયછે. આ આરોપ મૂકવામાં આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાથી મોહમ્મદ શમીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. જોકે ક્રિકેટર શમીએ આઆરોપો ખોટો હોવાનું નિવેદન કર્યું હતું. એના સામે કોઈ કાવતરું થઈ રહ્યું હેોવાનો આક્ષેપ પણ તેણે કર્યો હતો. પણ દક્ષિણ આફ્રિકાથી પરત ફરી રહેલ ક્રિકેટ ટીમનો ખેલાડી મોહમમ્દ શમીમ કયા કારણે દુબઈ ગયો હતો તેનો ખુલાસો કોલકાતાથી પોલીસે બીસીસીઆઈને પત્ર લાખીને માગ્યો છે. મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ એવો આક્ષેપ કર્યો હતો કે, શમી એની સ્ત્રી – મિત્રને મળવા માટે દુબઈ ગયો હતો.