પીએનબી કૌભાંડમાં અરુણ જેટલીના મૌનનું રહસ્ય — રાહુલ ગાંધીનો આક્ષેપ

REUTERS

કોંગ્રસ પક્ષના યુવા પ્રમુખ રાહુલ ગાંધીએ આજકાલ બહુ વાગતા- ગાજતા પીએનબી કૌભાંડ અંગે ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીજી કેમ ચૂપ રહ્યા હતે એ વાતનું રહસ્ય પ્રગટ કર્યું છે. રાહુલે પીએનબી કૌભાંડમાં અરુણ જેટલીએ રાખેલા મૌનનું કારણ એમની દીકરી હોવાનું જણાવ્યું હતું. જેટલી એમની વકીલ પુત્રીને બચાવવા માગતા હતા. અરુણ જેટલીની પુત્રી પાસે મેહુલ ચોકસી અને ગીતાંજલિ જેમ્સની રિટેનરશિપ હતી. રાહુલ ગાંધીએ ટવીટ કરીને એવું પૂછ્યું હતું કે, જયારે મેહુલ ચોકસી અને નીરવ મોદીની લો ફર્મ્સ પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી  કરવામાં આવી હતી , તેસમયે અરુણ જેટલીની પુત્રીની લો ઓફિસોમાં કેમ દરોડા પાડવામાં આવ્યા ?

રાહુલ ગાંધીના આ નિવેદનથી ભાજપના અનેક સમર્થકો પણ આ બાબત વાદ- વિવાદ કરી રહ્યાની માહિતી આપવામાં આવી હતી