ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજીવન  પોતાના હોદા્ પર રહી શકશે – નવો કાનૂન પસાર થયો …

Reuters

ચીનના બંધારણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટેના કાર્યકાલની મર્યાદા ( સીમા) હંમેશા માટે હટાવી લીધી છે. હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે ઈચ્છે તેટલા સમયકાળ સુધી પોતાના હોદા્ પર રહી શકે છે. એસેમ્બલીમાં ઉપરોકત પ્રસ્તાવ પસાર થયા બાદ હવે તેમના હોદા્ પર સમય- કાળનું કોઈ જ બંધન રહયું નથી. હાલમાં ચીનના પ્રમુખ તરીકે તેમની બીજી  મુદત ચાલી રહી છે. હવે 2023માં તેમનો કાર્યકાળ પૂરો થશે. જિનપિંગની લોકપ્રિયતા અને તેને મળતું જન સમર્થન જોતાં એવું લાગતું જ હતું કે, પ્રમખને એમના હોદા્ પર સતત ચાલુ રાખવા માટે આ ખાસ કાયદાકીય જોગવાઈ કરવામાં આવી હતી. આ રીતના કાનૂની ફેરફાર કરીનો જિનપિંગનો હોદો્ સાચવી લેવાની ગોઠવણ થાય એ જ દર્શાવે છે કે પ્રમુખ જિન પિંગનું વહીવટીતંત્ર પર કેટલું વર્ચસ્વછે…ચીનના બંધારણમાં પણ ચીને દેશના સૌપ્રથમ સામ્યવાદી નેતા અને સંસ્થાપક માઓત્સે તુંગની સમકક્ષનો દરજ્જો પ્રમુખ જિનપિંગને આપી દીધો છે.