નારાજ ચંદ્રાબાબુ નાયડૂના બે પ્રધાનોએ આપ્યું રાજીનામું

તેલુગુદેશમ પક્ષના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ મોદી સરકારથી અત્યંત નારાજ થયા છે. તેલુગુદેશમ પાર્ટી- ટીડીપીએ આંધ્રપ્રદેશને વિશિષ્ટ રાજયનો દરજ્જો આપવાની માગણી કરી હતી. જનો કેન્દ્ર દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં પ્રત્યાધાત તરીકે ટીડીપીના બે પ્રધાનોએ નરેન્દ્ર મોદીની કેબિનેટમાથી રાજીનામાં આપી દીધા હતા. તેના પ્રત્યુત્તરમાં આંધ્ર પ્રદેશ રાજયની કેબિનેટમાંથી ભાજપનું પ્રતિનિધત્વ કરતા બે પ્રધાનોએ પોતાના રાજીનામાં ચંદ્રાબાબુને સોંપી દીધા હતા. આંધ્રને સ્પેશ્યલ પેકેજ આપવાનું નાણાંપ્રધાન અરુણ જેટલીએ જાહેર કર્યું હોવા છતાં ચંદ્રાબાબુની નારાજગી ઓછી થઈ નહોતી. હવે કેન્દ્રમાં અને રાજ્યમાં આ તિરાડની શુ અસર થશે તેજોવાનું રહે છે. ટીડીપી અને એનડીએનું ગઠબંધન જો તુટશે તો દક્ષિણના રાજ્યોમાં થનારી વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ વિકટ બની રહેશે એવું રાજકીય પંડિતો માની રહ્યા છે…