શ્રી શ્રી રવિશંકર અને ગીતકાર જાવેદ અખ્તર – આમને- સામને

Reuters

તાજેતરમાં અયોધ્યામાં રામમંદિર બનાવવાના મામલે શ્રીશ્રી રવિશંકરે એવું નિવેદન કર્યું હતું કે, જો અયોદ્યામાં રામમંદિરનું નિર્માણ કરવના બાબત વિલંબ કરવામાં આવશે તો ભારતમાં પણ સિરિયા જેવી પરિસ્થિતિ ઊભી થશે. આધ્યાત્મિક ગુરુ રવિશંકરજીના આ નિવેદન અંગે જાણીતા ફિલ્મ લેખક અને સંગીતકાર જાવેદ અખ્તરે ઉગ્ર પ્રતિભાવ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શ્રીશ્રી રવિશંકરે આવું અધટિત નિવેદન કરવાની જરૂર નહોતી. આ નિવેદન કરીને તેમમે સુપ્રીમ કોર્ટ, સરકાર અને ભારતના નાગરિકોનું અપમાન કર્યું છે. શ્રીશ્રી રવિશંકરે ઉપરોકત નિવેદન એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ડિબેટ- ચર્ચામાં ભાગ લેતા સમયે કર્યું હતું. જો કે તેમણે કરેલા આ પ્રકારના નિવેદનની સોશ્યલ મિડિયા અને ટીવી મિડિયા પર ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.