અભિનેતા ઈરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વાત ખોટી છે .

IANS

તાજેતરમાં બીમાર થયેલા બોલીવુડના પ્રતિભાશાળી યુવાન અભિનેતા ઈરફાન ખાનની તબિયત અંગે જાતજાતની અફવાઓ ઊડી રહી છે. તેમને કેન્સરની ગંભીર બીમારીછે એવી અફવા ફેલાવવામાં આવી હતી. તેમને સારવાર માટે મુંબઈની જાણીતી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના સમાચાર પણ મિડિયામાં વહેતા થયા હતા.

અભિનેતા ઈરફાને 5 માર્ચના એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમને એક દુર્લભ રોગ થયો છે. એની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ એ અંગે વાત કરી શકશે. અભિનેતાના નિકટના સૂત્રોએ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાધલ કરાયા હોવાની વાતને રદિયો આપ્યો હતો. ઈરફાન ખાને ખુદ ટવીટ કરીને કહ્યું હતું કે, તેમની બીમારીની બાબત અંગે જાણીને તેઓ અને તેમનો પરિવાર ચિંતિત છે. તેમણે પોતાના પ્રશંસકોને એમની બીમારી બાબત અટકળો ન કરવાની વિનંતી કરી હતી. જો કે ઈરફાનખાને  ફેબ્રુઆરીની મધ્યના સપ્તાહમાં એક બયાનમાં કહ્યું હતું કે, તેમને કમળાનો વ્યાધિ થયો છે.