રાજકુમાર રાવ અને જાહનવી કપુરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી કોમેડી હોરર ફિલ્મ આવી રહી છે.

 

PHOTO: Reuters

જેમણે સ્ત્રી ફિલ્મ બનાવી હતી તે નિર્દેશક દિનેશ વિજન પરીવાર એક કોમેડી હોરર ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. અગાઉ તેમણે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપુરને લઈને સ્ત્રી નામની ફિલ્મ  બનાવી હતી. આ ફિલ્મ ર્શકોને બહુ જ ગમી હતી. વળી ટિકિટબારી પર પણ આ ફિલ્મે ખાસ્સી આવક મેળવી હતી. આ ફિલ્મનું ટૈાઈટલ હજી નક્કી કરવામાં આવ્યું નથી, પ ણ એ સ્ત્રીની સિકવલ હોવાને કારણે મોટાભાગે એનું નામ સ્ત્રી-2 હોય તો નવાઈ નહિ…ધડક ફિલ્મમાં જાહનવી કપુરના અભિનયથી પ્રભાવિત થયેલા નિર્માતાએ રાજકુમારની સાથે જાહનવીને રજૂ કરવાનું નક્કી કર્યું છે. જાહનવી કપુર પોતે રાજકુમાર રાવના અભિનયની પ્રશંસક છે. તે રાજકુમાર રાવની ફેન છે, એટલે પોતાના મનગમતા એકટર સાથે સ્ક્રીન શેર કરવાની વાતથી એ ખૂબ જ ખુશ છે..