પીએનબીના  કૌભાંડ બાદ ટેકસ રિફંડમાં ગોટાળાનું નવું કૌભાંડ બહાર આવ્યું !

REUTERS

સરકારી તેમજ સાર્વજનિક ક્ષેત્રને આવરી લેતી કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓએ બનાવટી દસ્તાવેજો પેશ કરીને તેમજ ખર્ચને ગમે તે રીતે વધારીને સરકારના  10 અબજ રૂપિયાની તફડંચી કરી લીધી હોવાનું પ્રગટ હતું. દેશનું આવકવેરા ખાતું આ મામલાની તપાસ કરી રહ્યું છે. રિવાઈઝંડ ટેકસ રિફન્ડને નામે આ વધારાના નાણાંની તફડંચી કરવામાં આવી છે. માત્ર મુંબઈમાંજ 17000થી વધુ રિવાઈઝડ્ ટેકસ રિટર્ન ભરવામાં આવ્યા હોવાનું કહવાય છે, જયારે બેગલુરુમાંથી આવા એક હજારથી વધુ રિટર્ન્સ ફાઈલ કરાયાની બાતમી સાંપડી હતી. આવકવેરા ખાતું આ મામલાની તલસ્પર્શી તપાસમાં લાગી ગયું છે.