સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટનાઃ બે જણના મૃત્યુ

Reuters

મિશિગન રાજયના માઉન્ટ પ્લીસેન્ટ ખાતે આવેલી સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટનામાં બે જણના મૃત્યુ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

 માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૃત્યુ પામેલી બે વ્યકિતઓ વિદ્યાર્થી નથીા. ગોળીબાર કરનાર શંકાશીલ શખ્સ હજી યુનિવર્સિટીના મકાનમાં જ મૌજૂદ છે. પોલીસે  મકાનને ચારેબાજુથી ઘેરી લીધું છે. પોલીસનું માનવું છે કે આ કોઈ અંગત બાબતના ઝઘડાનું  પરિણામ છે. શંકાસ્પદ આરોપીની ઉંમર 19 વરસની હોવાનું મનાય છે. તે પાંચ ફૂટ અને 9 ઈંચની હાઈટ ધરાવે છે. તેણે પીળા રંગનું પેન્ટ અને ભૂરા રંગની હૂડી પહેરી હોવાનું જાણવા મળ્યું હતું. મિડિયાના અહેવાલ અનુસાર, એ શંકાસ્પદ વ્યક્તિનું નામ જેમ્સ એરિક ડેવિસ જુનિયર છે. માઉન્ટ પ્લીસેન્ટ ખાતે આવેલી સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં આશરે 23000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. યુનિવર્સિટી કેમ્પસમાં  થયેલી ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામેલી વ્યકિતઓની ઓળખ થઈ શકી નથી. કેમ્પસમાં રહેનારા વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાથી સુરક્ષિત સ્થળે જતા રહેવાની તાકીદ કરવામાં આવીછે.  કોલેજમાં સ્પ્રીંગ બ્રેકની રજાઓ પડવાને કારણે શુક્રવારે પોતાના સંતાનોને ઘેર લઈ જવા આવનારા મા-બાપ અને વાલીઓને સૂચના આપવામાં આવી છેકે  તેઓ ગોળીબાર થયો છે તે ઘટનાસ્થળથી દૂર રહે. કેમ્પસનું પોલીસતંત્ર સ્થાનિક તથા રાજ્યના પોલીસવિભાગના સહકારથી ઘટનાની તપાસ કરી રહ્યું છે.

મિશિગન રાજ્યના ગવર્નર રિક સાયડરે એમના ટવીટર પર કહ્યું હતું કે, અત્યારે સૌથી મહત્વની પ્રાથમિકતા હજી સુધી યુનિવર્સિટીના કેમ્પસમાં રહેલા વિદ્યાર્થીઓની સલામતીની છે. તે બધાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં સંકળાયેલાં  સહુનો હું  આભાર માનું છું.

બે સપ્તાહ અગાઉ જ ફલોરિડાની સ્કૂલમાં સર્જાયેલી બેફામ ગોળીબારની ઘટનામાં 17 જણાના મૃત્યુ થયાં હતા. આ પ્રકારની ઘટનાઓ  અમેરિકાના જનમાનસમાં આઘાત અને અસલામતીની લાગણી જન્માવી રહ્યા છે. …