દમણથી દીવ અને અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો વડા પ્રધાનના હસ્તે આરંભ

વાપીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દમણથી દીવ અને અમદાવાદ વચ્ચેની હવાઈ સેવાનો પ્રારંભ થયો હતો. શનિવારથી દીવ-અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો આરંભ થયો છે. દમણ અને દીવને જોડતી હેલિકેપ્ટર સેવા પણ શરૂ થઈ છે. આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે દમણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે જાણીતું છે અને હવે દમણના નાગરિકો સોમનાથ મહાદેવનાં દર્શન, દીવના દરિયાની મજા માણવા અને ગીરના સિંહને જોવા સરળતાથી દમણથી જઈ શકશે.
વડા પ્રધાનના હસ્તે દમણમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગેસ પાઇપલાઇન સહિતના રૂ. 1000 કરોડના 31 પ્રોજેક્ટનું રિમોટથી ખાતમુહૂર્ત થયું હતું.

વડા પ્રધાને ઓડિશા-અમદાવાદ વાયા દીવ વિમાની સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે માછીમારો માટે ઝીરો વેટ ડ્યુટી કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં હેલિકોપ્ટર સેવાનો આરંભ કરાવવા આવેલા વડા પ્રધાને કહ્યુ કે હવે દમણથી દીવ એક કલાકમાં જવાશે. આ પ્રસંગે નમામિ ગંગેના નામનો રૂ. 50 લાખનો ચેક હોટેલદ્યયોગ તરફથી પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ થયો હતો.
વડા પ્રધાને કહ્યું કે દમણ લઘુ ભારત બન્યું છે. મુંબઈ, દિલ્હી જેવું જીવન દમણમાં છે. દમણ અને દીવમાં હવાઈ સેવાના આરંભથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.