પ્રતિભાસંપન્ન કલાકાર આશુતોષ રાણા હવે એક વેબ સિરિઝમાં ધર્મઝનૂની બાદશાહ ઓરંગઝેબની ભૂમિકા ભજવશે

આશુતોષ રાણા એક અતિ પ્રતિભાશાળી કલાકાર છે. તેમણે ખલનાયકની ભૂમિકા પોતાની આગવી અભિનય પ્રતિભાથી વધુ અસરકારક રીતે ભજવીને બોલીવુડમાં પોતાનું એક આગવું સ્થાન અને પ્રશંસક વર્ગ ઊભો કર્યો કર્યો છે. પ્રપત્ માહિતી અનુસાર, રાજા છત્રસાલના નામે બની રહેલી એક વેબ સિરિ્યલમાં આશુતોષ રઆમા ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે. રાજા છત્રસાલની ભૂમિકામાં જતીન ગુલાટી અને છત્રસાલની સુંદર પત્નીની ભૂમિકામાં અભિનેત્રી વૈભવી શાંડિલ્ય રજૂ થસે. અભ્યુદય ગ્રોવરના રિઝોનન્સ ડિજિટલ બેનર હેઠળ આ સિરિઝ બની રહી છે.