ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજની માણસાઈઃ ત્રાસ આપતા દગાખોર પાકિસ્તાની પતિની ચુંગાલમાંથી પત્નીને છોડાવી…

(Photo: IANS)

ભારતના હૈદરાબાદની નિવાસી મુસ્લીમ મહિલા મોહમ્મદી બેગમે 1996ના વરસમાં ઓમાનમાં રહેતા મહંમદ યુનિસ સાથે ફોન પર નિકાહ કર્યા હતા. નિકાહ બાદ તે ખાવિંદ સાથે ઓમાનમાં સ્થાયી થઈ હતી. પરંતું ત્યાં ઓમાન ગયા બાદ બેગમને જાણ થઈ હતી કે તેનો પતિ તો પાકિસ્તાનનો રહેવાસી છે. બેગમને તેનો પતિ પાકિસ્તાન લઈ ગયો હતો. ત્યાં એ તેની પર જુલ્મ ગુજારતો હતો. પત્નીને ભારત પરત જવાની પરવાનગી આપતો નહોતો, એટલું નહિ, હૈદરાબૈાદમાં રહેતા તેના માતા- પિતા અને પરિવારજનો સાથે ફોન દ્વારા વાત પણ કરવા દેતો નહોતો. આખરે બેગમે યુ ટ્યુબ પર પોતાની કહાની બયાન કરતો વિડિયો મૂકયો હતો.આથી ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ તેને સહાય કરવા આગળ આવ્યા હતા. તેમણે બેગમને ભારત આવવા માટેના વિઝા અપાવ્યા હતા. બેગમની પાસે ભારત પરત જવા માટે વિમાનની ટિકિટ લેવાના પૈસા પણ નહોતા. સુષમા સ્વરાજે તેની ટિકિટની પણ વ્યવસ્થા કરી આપી હતી. બેગમ પોતાના પાંચ સંતાનોને પાકિસ્તાનમાં મૂકીને તેના માતા પિતા પાસે ભારત આવી છે. વિદેશમાં રહેનારા ભારતીયોને જ્યારે કોઈ વાતની તકલીફ કે મુશ્કેલી પડે છેત્યારે તેમની સમસ્યાના નિરાકરણ માટે ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે હંમેશા સહાય કરીને માનવતા અને સંવેદનશીલતાનું  અનુકરણીય ઉદાહરણ પૂરં પાડ્યું છે.