અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને બ્યુટીફુલ મેન કહ્યા .. નકલ કરીને, કટાક્ષ કર્યો..

Reuters

  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં હાર્લે ડેવિડસન બાઈકના પર ભારત દ્વારા લગાવવામાં આવેલી 100 ટકા આયાત ડયુટી બાબત વાત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરી હતી. તેમણે આ અઠવાડિયામાં પુનઃ ભારતની આયાત નીતિ અંગે સવાલો ઊભા કર્યા હતા. ટ્રમ્પે કહયું હતું કે, નરેન્દ્ર મોદી એક શાનદાર વ્યકિત છે. મારી સાથે તેમણે વાત કરી ત્યારે કહ્યું હતું કે, તેઓ આયાત ડ્યુટી ઘટાડશે. પણ એમાંનું કશું થયું નથી. એમને સુંદર રીતે વાતની રજૂઆત કરી હતી. તેઓ એક સુંદર વ્યકિત છે. આ વાત કરતી વેળા  ટ્રમ્પે મોદી જેવા હાવભાવ કર્યા હતા. જે કટાક્ષરૂપે હતા..એવું માનવામાં આવી રહ્યું છેકે અમેરિકાના ઉત્પાદનો પર આયાત ડયુટી ઓછી કરવા બાબત ભારત પર દબાણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, ભારતની આયાત નીતિ પક્ષપાતભરી છે. અમેરિકા દ્વારા એવી ગર્ભિત ચેતવણી પણ  આપવામાં આવી હતી કે, જો ભારત પોતાની આયાત ડ્યુટી નહી ઘટાડે તો અમેરિકા પણ પોતાને ત્યાં આયાત થનારા ભારતના ઉત્પાદનો પર ટેકસ લગાવવા બાબત વિચારી શકે છે